
સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (Jawan) સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. જવાને બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી તમામ ફિલ્મોને માત આપી છે. હવે કમાણીના મામલામાં જવાન સાથે સ્પર્ધા કરવી દરેક માટે મુશ્કેલ બની ગઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ બધાને માત આપીને આગળ વધી છે. જવાને 16માં દિવસે જ ગદર 2ના કલેક્શનને માત આપી હતી. અને શનિવારના આંકડા બહાર આવ્યા છે. ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો : પંજાબીથી લઈને રાજસ્થાની સુધી… પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની કંઈક આવી હશે વાનગીઓ
હારકર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ, આજે શાહરૂખ ખાનની ફિલ્મનો આ ડાયલોગ તેની રિયલ લાઈફને એકદમ લાગુ પડે છે. જવાને 17માં દિવસે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી શાહરૂખની ફિલ્મ પઠાણ હિન્દી સિનેમામાં સૌથી વધુ બિઝનેસનો ખિતાબ ધરાવતી હતી. એવું માનવામાં આવે છે કે પઠાણે 70 દિવસમાં જે કમાણી કરી હતી તે જવાને માત્ર 17 દિવસમાં કમાઈ લીધી છે.
શાહરૂખ ખાનની જવાનનો જાદુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી જ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે જોરદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. જો કે, જવાનની અદ્ભુત કમાણી સફર ચાલુ છે. 16માં દિવસે જવાને 532.98 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. હવે 17મા દિવસના આંકડા પણ આવી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, જવાને રિલીઝના 17માં દિવસે 12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ આ પ્રારંભિક આંકડા છે. જેની સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન 544.98 થઈ ગયું છે.
શાહરૂખ ખાનની પઠાણે ભારતમાં 543.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ભારતમાં જવાનનું કુલ કલેક્શન 544.98 પર પહોંચી ગયું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, પઠાણ હવે જવાનથી પાછળ છે. જો આ આંકડા સાચા સાબિત થાય છે તો હવે પઠાણ બીજા ક્રમે આવી ગઈ છે અને સૌથી વધુ કમાણી મામલે જવાન નંબર 1 પર આવી ગઈ છે.