Mumbai: બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની મિત્રતા ખૂબ જ ખાસ છે. વચ્ચે ભલે બંનેની મિત્રતામાં તિરાડ પડી હતી પરંતુ બંને પહેલાની જેમ ફરી એકસાથે થઈ ગયા છે. બંને એકસાથે ફિલ્મો કરી રહ્યા છે અને એકબીજાના સુખ-દુઃખમાં પણ સાથે જોવા મળે છે. શાહરૂખ અને સલમાનની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે અને ફેન્સ પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે. હાલમાં આ બંનેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને સુપરસ્ટાર સાથે ગાતા જોવા મળી રહ્યા છે.
સલમાન ખાન અને શાહરૂખ ખાનનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને સુપરસ્ટાર 80sનું પોપ્યુલર સોન્ગ પ્યાર હમેં કિસ મોડ પે લે આયા સાથે ગાતા જોવા મળે છે. બંને એકસાથે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને ફુલ ઓન મોડમાં જોવા મળી રહ્યા છે. બંને સેમ કલરના ડ્રેસમાં છે. આ એક રેયર વિડીયો છે અને ભાગ્યે જ ફેન્સે બંને સુપરસ્ટારને એકસાથે આટલી મસ્તી કરતા જોયા હશે.
(VC: varindertchawla insta)
શાહરૂખ અને સલમાનનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેના પર રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સ હાર્ટ ઈમોજીસ શેર કરી રહ્યા છે અને વીડિયોને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત વર્ષ 1982માં આવેલી અમિતાભ બચ્ચનની મલ્ટિસ્ટારર ફિલ્મ સત્તે પે સત્તાનું છે. ગીતનું મ્યુઝિક આરડી બર્મને આપ્યું હતું અને ફેન્સ આજે પણ આ ગીતને પસંદ કરે છે. તે કિશોર કુમાર અને ભૂપેન્દ્ર સિંહે સાથે ગાયું હતું.
સલમાન ખાન અને શાહરૂખ ખાન ઘણી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા છે. બંને કલાકારોએ કરણ અર્જુન, કુછ કુછ હોતા હૈ અને હમ તુમ્હારે હૈ સનમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય વર્ષ 2023માં બંને એકટર્સ ફિલ્મ પઠાણમાં જબરદસ્ત એક્શનથી ફેન્સને ઈમ્પ્રેસ કરતા જોવા મળ્યા હતા. હવે બંને ફિલ્મ ટાઈગર 3માં સાથે જોવા મળશે.