સ્પાય થ્રિલર ‘વોર 2’ ની સ્ક્રિપ્ટીંગનું કામ થયું પૂર્ણ, આ વખતે પઠાણ અને ટાઈગર કરશે કબીરને સપોર્ટ!

|

Feb 19, 2023 | 7:31 PM

War 2: ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ વોર 2ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ પછી પઠાણમાં સલમાનના (Salman khan) જોરદાર અપિયરેન્સ પછી, હવે કિંગ ખાન અને ભાઈ જાન વોર 2માં કેમિયો કરતા જોવા મળશે.

સ્પાય થ્રિલર વોર 2 ની સ્ક્રિપ્ટીંગનું કામ થયું પૂર્ણ, આ વખતે પઠાણ અને ટાઈગર કરશે કબીરને સપોર્ટ!
War 2

Follow us on

યશરાજ ફિલ્મ્સની અન્ય એક સ્પાય થ્રિલર ફિલ્મ ‘ વોર 2 ‘ હાલમાં ચર્ચામાં છે. શાહરૂખની પઠાણ બ્લોકબસ્ટર સાબિત થયા બાદ બોલિવૂડ લવર્સ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવામાં ઋતિક રોશનના વોર 2ને લઈને આ મોટું અપડેટ કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે પઠાણ તમામ મોટી ફિલ્મોને પછાડીને સૌથી મોટી બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે. સલમાન ખાને પઠાણમાં ટાઈગર તરીકે કેમિયો કર્યો હતો. જે બાદ હવે વોર 2ને લઈને એક મોટો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

શાહરૂખ ખાનના પઠાણમાંથી યશરાજ ફિલ્મ્સે સ્પાય યુનિવર્સની ઓફિશિયલ રીતે જાહેરાત કરી. આ પછી આ સ્પાય યુનિવર્સ ઋતિકની વોર સાથે આગળ વધશે. સલમાનની ટાઈગર 3 પછી યશરાજ ફિલ્મ્સનો અપકમિંગ પ્રોજેક્ટ વોર 2 છે. ફિલ્મની સ્ક્રિપ્ટિંગ પણ પૂરી થઈ ગઈ છે. હવે એવા રિપોર્ટ મુજબ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

એક રિપોર્ટ મુજબ ઋતિક અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોર ત્રીજી સ્પાય યુનિવર્સ ફિલ્મ હતી. જેની શરૂઆત સલમાનની એક થા ટાઈગરથી થઈ હતી અને ત્યારબાદ ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થઈ હતી. પરંતુ, વોરને ટાઈગર સાથે કોઈ ક્નેક્શન ન હતું. આ ફિલ્મ સોલો બનાવવામાં આવી હતી. હવે પઠાણે સ્પાય યુનિવર્સનું ક્રોસઓવર કરી દીધું છે.

સ્પાય યુનિવર્સના ક્રોસઓવરને આગળ વધારશે આ ફિલ્મ

સૂત્રોનું એવું પણ કહેવું છે કે સલમાન ખાનની ટાઈગર 3 આ દિવાળીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ સ્પાય યુનિવર્સના ક્રોસઓવરને આગળ વધારશે, જેમાં પઠાણનો કેમિયો જોવા મળશે. આ પછી ઋતિક રોશનની વોર 2 રિલીઝ થશે, જેમાં પાંચેય ફિલ્મોનો ક્રોસઓવર હશે. જ્યાં વોર સોલો લખવામાં આવી હતી, હવે વોર 2ને આ અંદાજમાં બનાવવામાં આવી છે કે તેનું કનેક્શન આ બધી ફિલ્મો સાથે જોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આયુષ્માન ખુરાના બન્યો UNICEF ઈન્ડિયાનો નેશનલ એમ્બેસેડર, કહ્યું- ‘હું આ કામ પ્રત્યે ઉત્સાહી છું’

ફિલ્મમાં હશે કંઈક નવું

ફિલ્મના પાત્રોની વાત કરીએ તો ઋતિક રોશન ફરી એકવાર કબીરના રોલમાં જોવા મળશે. રિપોર્ટ મુજબ આ વાતની હજુ પણ શંકા છે કે જોન અબ્રાહમ તેના જિમના પાત્રમાં જોવા મળશે અથવા કંઈક નવું જોવા મળશે. તે પણ હેરાનીની વાત છે કે આ વાતની કોઈ નક્કી નથી કે ફરી એકવાર આ ફિલ્મનું નિર્દેશન કરશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મને પહેલા જેવો જ ટચ મળે છે કે નહીં. આ સાથે જ શું ફિલ્મમાં કંઈ નવું જોવા મળશે.

Published On - 5:41 pm, Sun, 19 February 23

Next Article