Shabaash Mithu: સાઉથથી લઈ બોલિવુડ ઈન્ડ્સટ્રી (Bollywood Industry)માં શાનદાર અભિનયથી એક અલગ ઓળખ મેળવી છે. અભિનેત્રી શાબાશ મિઠ્ઠૂ (Shabaash Mithu) એક એવી અભિનેત્રી છે જેણે અનેક હિટ ફિલ્મો આપી છે. તે પોતાની ફિલ્મને લઈ ખુબ ચર્ચામાં રહે છે કારણ કે, તેની ફિલ્મ મોટાભાગે હિટ વિષય પર હોય છે, જેમાં તેના અભિનયથી દર્શકો દ્વારા ખુબ પ્રોત્સાહન મળે છે. હાલમાં તાપસી પન્નુ (Tapasi Pannu)ની આગામી ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠૂ’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશનમાં તેણે ખુબ મહેનત કરી છે. તો ચાલો જાણીએ ફિલ્મના બજેટને લઈ ફિલ્મની સ્ટોરી અને સ્ટાર કાસ્ટની તમામ જાણકારી
શાબાશ મિઠ્ઠૂ ફિલ્મમાં તાપસી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા રીલિઝ થયું હતું, જે બાદ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા સારા રિવ્યુ આપ્યા હતા. ફિલ્મમાં મિતાલી રાજના કરિયરથી લઈને અંગત જીવન સુધીની વાર્તા બતાવવામાં આવશે, પરંતુ ફિલ્મનો સંપૂર્ણ ફોકસ મિતાલીને એક મહિલા તરીકે ક્રિકેટર બનવાની મુશ્કેલીઓને સામે લાવવાનો છે. જ્યાં મિતાલી રાજે પરિવારથી લઈને એકેડેમી સુધીની એક પછી એક સમસ્યાઓનો સામનો કરીને આ પુરુષ પ્રભુત્વ ધરાવતી રમતમાં પોતાને સાબિત કરી બતાવ્યું.
અભિનેત્રી તાપસી પન્નુએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું કે, આ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે, પરંતુ સાથે જ અભિનેત્રીએ ફિલ્મના બજેટની તુલના બોલીવુડના એ-લિસ્ટર્સ કલાકારોની ફી સાથે પણ કરી હતી. જણાવ્યું હતું કે ,તેની ફિલ્મનું બજેટ એ-લિસ્ટર અભિનેતાની ફી જેટલું જ છે. જો કે સ્ટાર કાસ્ટની ફી શું છે તે હજુ સ્પષ્ટ નથી.
ફિલ્મ શાબાશ મિઠ્ઠૂમાં મિતાલી રાજના ક્રિકેટર બનવાના સંધર્ષની સ્ટોરી બતાવવામાં આવી છે. જેની સાથે તેના 23 વર્ષના કરિયરમાં મળેલી સફળતા અને અસફળતાઓના ઉતાર-ચઢાવના અનુભવને દર્શાવવામાં આવશે. આ ફિલ્મ 15 જુલાઈ 2022 શુક્રવારના રોજ સિનેમાધરોમાં રિલીઝ કરવા માટે તૈયાર છે.
ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી મોટું નામ અને સૌથી મોટી ઓળખ બનાવનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. થોડા દિવસો પહેલા મિતાલીએ આ જાહેરાત કરી હતી અને તેની જાહેરાતે ભારતીય ફેન્સને ભાવુક કરી દીધા હતા. બધાએ મિતાલીને તેના યોગદાન માટે યાદ કરી અને આભાર માન્યો.