
પ્રખ્યાત ટેલિવિઝન સીરિયલ સાથ નિભાના સાથિયાની અભિનેત્રી રૂચા હસબનીસ આ દિવસોમાં ચર્ચામાં છે. રૂચાએ હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. રુચાનું આ બીજું બાળક છે. અભિનેત્રીએ તેની માતા બનવાની ખુશી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. રુચાએ એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે. ચાલો તમને બતાવીએ રુચાની આ ખાસ પોસ્ટ.
રૂચાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાના બેબી બોયના નાના પગનો ફોટો બતાવ્યો છે. આ તસવીરને કેપ્શન આપતાં અભિનેત્રીએ લખ્યું કે ‘રૂહીની સાઇડ કિક અહીં છે અને આ છે બેબી બોય.’
તમને જણાવી દઈએ કે, રુચાના આ ફોટો પર હવે સતત અભિનંદનની કોમેન્ટ આવી રહી છે. ચાહકોની સાથે સ્ટાર્સ પણ અભિનેત્રીને તેના બેબી બોય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જો કે અભિનેત્રીએ હજુ સુધી ચાહકોને પુત્રનો ચહેરો બતાવ્યો નથી પરંતુ, દરેક બેબી બોયનો ફેસ રિવિલ કરવાની માંગણી કરી રહ્યા છે.
થોડાં મહિના પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, હવે રુચા જલ્દી જ બીજા બાળકને જન્મ આપવાની છે. જે બાદ અભિનેત્રીએ ગઈ કાલે સોમવારે આ ખુશખબર જણાવી હતી. અભિનેત્રી રૂચા હસબનીસે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે. તેણે તેની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે હાથમાં પેઇન્ટ બ્રશ લઈને સફેદ બોર્ડની સામે ઉભી હતી, જેના પર લખ્યું છે Big Sister. આ પોસ્ટને શેર કરતાં રુચાએ લખ્યું, ‘પ્રેમ કરવા માટે એક વધુ ‘ આ સાથે તેણે #comingsoonનો ઉપયોગ કર્યો. રૂચાએ 10 ડિસેમ્બર 2019ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો.