’33 વર્ષ સિલ્વર સ્ક્રીન પર રાજ…’ જાણો અક્ષય કુમાર માટે શું કહ્યું સરગુન મહેતાએ

|

Sep 04, 2022 | 3:14 PM

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ 'કટપુતલી'થી સરગુન મહેતા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે અક્ષય માટે એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.

33 વર્ષ સિલ્વર સ્ક્રીન પર રાજ... જાણો અક્ષય કુમાર માટે શું કહ્યું સરગુન મહેતાએ
Sargun Mehta

Follow us on

ટેલિવિઝન દુનિયાની જાણીતી એક્ટ્રેસ સરગુન મહેતા (Sargun Mehta) હાલમાં ઘણી ચર્ચામાં છે. સરગુને પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ નામ કમાઈ લીધું છે. આ પછી હવે એક્ટ્રેસ સરગુન મહેતા બોલિવૂડમાં પણ હાથ અજમાવી રહી છે. અક્ષય કુમારની (Akshay Kumar) હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કટપુતલી’માં સરગુનનો અલગ અવતાર દર્શકોને પસંદ આવી રહ્યો છે. હવે એક્ટ્રેસે તેના કોસ્ટાર અક્ષય કુમાર માટે સોશિયલ મીડિયા પર કંઈક લખ્યું છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તો જાણો સરગુન મહેતાએ શું લખ્યું છે?

સરગુન મહેતાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે અક્ષય અને પોતાની બે તસવીરો શેર કરી છે, જેમાં તેમની કેન્ડિડ મોમેન્ટ જોવા મળી રહી છે. એક તસવીરમાં બંને જોરથી હસી રહ્યાં છે. તો બીજી તસવીરમાં સરગુન અક્ષય તરફ જોઈને હસી રહી છે. આ સાથે એક્ટ્રેસે લાંબુ કેપ્શન પણ લખ્યું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અહીં જુઓ સરગુન મહેતાની પોસ્ટ

વાસ્તવિક જીવનમાં કેવો છે અક્ષય?: સરગુન

સરગુન મહેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જે દિવસે સમાચાર આવ્યા કે, તે અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી રહી છે, તે દિવસથી દરેક ફેમિલી ફંક્શન, દરેક ડિનર ટેબલ પર એક જ સવાલ હતો કે અક્ષય કુમાર વાસ્તવિક જીવનમાં કેવો છે? હું જૂઠું નહીં બોલીશ કે જ્યારે તમે તેમની પ્રશંસા કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે કલાકો સુધી તે કરતા રહી શકો છો. તે કેટલો સારો છે તે કહેવા માટે મારી પાસે શબ્દો નથી. આ સિવાય તે સેટ પર લોકો સાથે કેટલો સારો અને ડિસિપ્લિન્ડ છે.

અક્ષયે કર્યું પોસ્ટ પર રિએક્ટ

સરગુનની પોસ્ટ પર ઘણા સ્ટાર્સની કોમેન્ટ આવી રહી છે. એક્ટર અક્ષય કુમારે પણ પોતાનું રિએક્શન આપ્યું છે અને લખ્યું છે કે ‘Big hug SHO Parmar… જલ્દી મળીશું. આ સાથે તેને રેડ હાર્ટ ઇમોજી બનાવીને એક્ટ્રેસની પોસ્ટ પર પ્રેમ વરસાવ્યો છે. અક્ષય સિવાય કુશાલ ટંડન, સિંગર જાની, શહેઝાદ દેઓલ, એક્ટ્રેસના પતિ રવિ દુબે સહિત ઘણા લોકોએ રિએક્ટ કર્યું છે.

Next Article