Viral Video: સારા અલી ખાનના વીડિયોને જોઈને ફેન્સને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ, હિમવર્ષા વચ્ચે કર્યા દર્શન

સારા અલી ખાને (Sara Ali Khan) સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે તેણે તેની ફિલ્મ કેદારનાથ દરમિયાન શૂટ અહીં કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સારા અલી ખાનના વીડિયોને જોઈને ફેન્સને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ, હિમવર્ષા વચ્ચે કર્યા દર્શન
Sara Ali Khan
| Edited By: | Updated on: May 17, 2023 | 8:03 PM

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) ફરી એકવાર બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચી છે. જેનો એક વીડિયો સારાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, વીડિયોમાં તે જણાવી રહી છે કે તેણે તેની ફિલ્મ કેદારનાથ દરમિયાન શૂટ અહીં કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હિમવર્ષા વચ્ચે કર્યા દર્શન

વીડિયોમાં સારાએ તે સ્થળોની મુલાકાત લીધી જ્યાં તેણે દિવંગત સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કેદારનાથ’ માટે શૂટિંગ કર્યું હતું. આ સિવાય સારા ભારે હિમવર્ષા વચ્ચે ભગવાન શિવના દર્શન કરવા માટે કેદારનાથ ધામ પહોંચી હતી. ઠંડીથી બચવા માટે એક્ટ્રેસ પોતાનો આખો ફેસ કેપથી ઢાંકતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તે આખા 2 મહિના સુધી કેદારનાથ ધામમાં રહી હતી.

સારાએ લખી દિલની વાત

આ વીડિયો શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેટલાક દિવસોથી હું ઈચ્છું છું કે હું મારી જૂની જિંદગીમાં પાછી ફરી શકું. કંઈપણ બદલવા માટે નહીં, પરંતુ કેટલીક વસ્તુઓને બે વાર અનુભવ કરવા માટે. પરંતુ મને લાગે છે કે આજની ક્ષણો આવતીકાલની યાદો છે.

ફેન્સને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ

સારાનો આ વીડિયો જોઈને ફેન્સ સુશાંત સિંહ રાજપૂતને મિસ કરવા લાગ્યા. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘સુશાંત સિવાય બધુ સરખું છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘મિસ યુ સુશાંત સિંહ રાજપૂત’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘શું તમને ફરી સુશાંત યાદ આવ્યો’?

આ પણ વાંચો : Zara Hatke Zara Bachke: સારા અલી ખાને જણાવ્યા છૂટાછેડાના ફાયદા, જુઓ Video

આ ફિલ્મમાં જોવા મળશે સારા અલી ખાન

સારા અલી ખાને હોમી અદાજાનિયાની ફિલ્મ મર્ડર મુબારકનું શૂટિંગ પૂરું કર્યું છે. તે ટૂંક સમયમાં આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઈન દિનો’માં જોવા મળશે. આ ફિલ્મ 23 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં, સારા પાસે ફિલ્મ એ વતન મેરે વતન પણ છે. ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેમાં સારા અલી ખાન અને વિકી કૌશલ સાથે પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો