સારા અલી ખાને રોડ વચ્ચે કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

|

Sep 08, 2022 | 2:32 PM

સારા અલી ખાનનો (Sara Ali Khan) હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેણે પોતાના હેર સ્ટાઈલિશ સાથે જોરદાર ડાન્સ કર્યો છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે.

સારા અલી ખાને રોડ વચ્ચે કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ
Sara Ali Khan

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની દરેક સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. તેની એનર્જી અને તેની સ્ટાઈલ લોકોને દિવાના બનાવી લે છે અને તે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલનો જાદુ ફેલાવતી રહે છે. લોકો તેના શેયર કરેલા વીડિયોને ખૂબ પસંદ કરે છે અને તે વાયરલ પણ થઈ જાય છે. ફરી એકવાર સારા અલી ખાને એક વીડિયો (Sara Ali Khan Dance Video) શેયર કર્યો છે, જેમાં તેની એનર્જી શાનદાર જોવા મળી રહી છે, પરંતુ તે જે રીતે ડાન્સ કરી રહી છે તેને જોઈને લોકો હવે તેને ટ્રોલ કરી રહ્યા છે. સારા અલી ખાન પોતાના હેર સ્ટાઇલિશ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

હેયરડ્રેસર સાથે કર્યો રોમેન્ટિક ગીત પર ડાન્સ

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેયર કરતી જોવા મળે છે. હાલમાં સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન તેના હેયરસ્ટાઈલિસ્ટ સાથે જોરદાર રોમાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં સારા અલી ખાન તેના હેર સ્ટાઈલિશ સાથે ‘બાહોં મેં ચલે આ’ ગીત પર રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહી છે. વીડિયોમાં જ્યાં હેયરસ્ટાઈલિસ્ટ સારાના વાળને ગ્રૂમ કરી રહ્યો છે, ત્યાં એક્ટ્રેસ તેની સાથે રોમાન્સ કરી રહી છે. સારા અલી ખાને આ વીડિયોમાં ઓરેન્જ કલરનો લહેંગા પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

વીડિયોના આગળના પાર્ટમાં સારા અલી ખાન એ જ હેયરસ્ટાઈલિસ્ટ સાથે ‘ટિંકુ જિયા’ ગીત પર રોડ પર ડાન્સ કરી રહી છે. સારા અલી ખાનના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતી વખતે સારા વિશે એવું પણ કહ્યું કે તે પોતાની શરમ ભૂલી ગઈ છે.

સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે તેની અપકમિંગ ફિલ્મ ‘ગેસલાઈટ’માં બિઝી છે. આ ફિલ્મમાં સારાની ઓપોઝિટ એક્ટર વિક્રાંત મેસી છે. આ સિવાય ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણ પણ જોવા મળવાનો છે. આ સિવાય સારા અલી ખાન લક્ષ્મણ ઉતેકરની અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેની સાથે વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે.

Next Article