Sara Ali Khan Video: બ્લુ લહેંગામાં રેમ્પ પર સારા અલી ખાનનો નવાબી લુક, પરંતુ તે ખરાબ રીતે થઈ ટ્રોલ

સારા અલી ખાને (Sara Ali Khan) સંપૂર્ણ નવાબી સ્ટાઈલમાં રેમ્પ વોક કર્યું, પરંતુ તેની વોક ટ્રીક હતી કે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ. તે બ્લુ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી, પરંતુ લોકોને તેની વોક કરવાની સ્ટાઈલ પસંદ ન આવી.

Sara Ali Khan Video: બ્લુ લહેંગામાં રેમ્પ પર સારા અલી ખાનનો નવાબી લુક, પરંતુ તે ખરાબ રીતે થઈ ટ્રોલ
sara ali khan
| Edited By: | Updated on: Jul 31, 2022 | 1:48 PM

સિલ્વર સ્ક્રીન પર પોતાની એક્ટિંગનો જાદુ ચલાવનાર સારા અલી ખાન (Sara Ali Khan) પણ રેમ્પ પર પણ પોતાનો જાદુ ચલાવતી જોવા મળી હતી. FDCI ઇન્ડિયા કોચર વીક 2022માં (FDCI India Couture Week 2022) સારા અલી ખાને રેમ્પ વોક કર્યું હતું. સારાએ લોકપ્રિય ફેશન કપલ ફાલ્ગુની અને શેન પીકોક માટે રેમ્પ વોક કર્યું હતું. તે બ્લૂ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ‘નમસ્તે’ કરીને તેણે રેમ્પ વોકની શરૂઆત કરી હતી. રેમ્પ વોક દરમિયાન સારા પોતાની સ્ટાઈલમાં વોક કરતી જોવા મળી હતી. તે બ્લુ રંગના લહેંગામાં એટલી સુંદર દેખાતી હતી કે બધાની નજર તેના પર જ ટકેલી હતી. સારા દરેક પ્રકારના આઉટફિટ સારી રીતે પહેરે છે. બ્લુ લહેંગા સાથે તેણીએ હેરસ્ટાઇલ અને ટ્રેડિશનલ રિંગ સાથે તેના લુકને પણ પૂરો કર્યો હતો.

પરંતુ આ બ્લુ આઉટફિટમાં સારાની સુંદરતા વિશે દરેક જણ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ તેની વોક કરવાની સ્ટાઈલ અને એક્સપ્રેશન માટે ટ્રોલ્સના નિશાને આવી છે. તેનો ફેશન શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે કેટલાક લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

સારા અલી ખાનના આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી, “ઓવરએક્ટિંગની દુકાન.” તો બીજા યુઝર્સે કહ્યું, “આટલા સિરીયસ કેમ છો.” જ્યારે બીજા એક યુઝર્સે કહ્યું, “ખૂબ નર્વસ, અહીં સારી એક્ટિંગ કરો.” એક યુઝર્સે ​​સવાલ પૂછ્યો, ” શું તમે પહેલીવાર રેમ્પ વોક કરી રહ્યા છો?”

સારા અલી ખાનના આ વીડિયો પર અન્ય એક યુઝર્સે કહ્યું, “આત્મવિશ્વાસની કમી છે. ચાલવાની સ્ટાઈલ પણ ફની છે. એક યુઝર્સે તો સારાને ઉર્ફી જાવેદ પાસેથી ટ્રેનિંગ લેવાની સલાહ આપી હતી અને લખ્યું હતું કે, “ઉર્ફી જાવેદ પાસેથી ટ્રેનિંગ લો. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વિકી કૌશલ સાથે અનટાઈટલ ફિલ્મમાં કામ કરી રહી છે. આ સિવાય તે વિક્રાંત મેસી સાથે એક ફિલ્મમાં જોવા મળશે.