રામ પોથિનેની ફિલ્મ Double iSmartમાંથી સંજય દત્તનો ફર્સ્ટ લૂક, ફેન્સ થયા પ્રભાવિત

રામ પોથિનેની ફિલ્મમાં સંજય દત્ત 'બિગ બુલ'ની ભૂમિકા ભજવી રહ્યો છે, તેથી આજે અભિનેતાના જન્મદિવસ પર, 'Double iSmart'માંથી તેનો પહેલો લુક સામે આવ્યો છે.

રામ પોથિનેની ફિલ્મ Double iSmartમાંથી સંજય દત્તનો ફર્સ્ટ લૂક, ફેન્સ થયા પ્રભાવિત
Double iSmart
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:35 PM

તેલુગુ સુપરસ્ટાર રામ પોથિનેની આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ડબલ iSmart’ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી ‘iSmart Shankar’ની સિક્વલ છે, જેનું દિગ્દર્શન અગાઉની ફિલ્મની જેમ પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે. જ્યારે આજે મેકર્સ આ ફિલ્મને લગતું એક મોટું અપડેટ લઈને આવ્યા છે. રામ પોથિનેની ફિલ્મમાં સંજય દત્ત ‘બિગ બુલ’ની ભૂમિકા ભજવી રહ્યો છે, તેથી આજે અભિનેતાના જન્મદિવસ પર, ‘Double iSmart’માંથી તેનો પહેલો લુક સામે આવ્યો છે.

આ પણ વાંચો : Sanjay Dutt Love Affairs : 308 ગર્લફ્રેન્ડમાંથી આ 8 બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સંજય દત્તનું સિરિયસ અફેર, નંબર-4 જાણીને તમને થશે આશ્ચર્ય-જુઓ Video

‘ડબલ ઈસ્માર્ટ’માંથી સંજય દત્તનો પ્રથમ લૂક

આજે એટલે કે 29 જુલાઈએ સંજય દત્ત પોતાનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર, ‘Double iSmart’ના નિર્માતાઓએ ફિલ્મના અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં સંજય દત્ત ફંકી હેરસ્ટાઇલ અને દાઢીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે, જ્યારે તેના હાથમાં કાનની બુટ્ટીઓ અને વીંટી સાથે અભિનેતાનો સૂટ તેના દેખાવને ભયંકર બનાવી રહ્યો છે. આ દરમિયાન, બિગ બુલ ઘણી બંદૂકોના નિશાના પર છે, જો કે તે કોઈપણ ચિંતા વિના સિગારેટ પીતો જોવા મળે છે. ફર્સ્ટ લૂક પોસ્ટરથી સ્પષ્ટ છે કે, અભિનેતા ફિલ્મમાં ખૂબ જ દમદાર રોલમાં જોવા મળશે. આ પોસ્ટરે ફિલ્મની રાહ જોઈ રહેલા દર્શકોની ઉત્સાહ વધારી દીધો છે.

સંજય દત્તે સવારે કર્યું ટ્વીટ

સંજય દત્તે આજે સવારે તેના વિશે ટ્વીટ કર્યું, “નિર્દેશક પુરી જગન્નાથ અને યંગ એનર્જેટિક ઉસ્તાદ રામ પોથિનેની કે સાથ કામ કરને મેં મુઝે બેહદ ગર્વ હો રહા હૈ. ઈસ સાયન્સ ફિક્શન ફિલ્મ મેં બિગ બુલ કા કિરદાર નિભાને મેં મુઝે બેહદ ખુશી હો રહી હૈ. માસ એન્ટરટેઈનર #DoubleISMART માટે સુપર ટેલેન્ટેડ ટીમ કાફી ઉત્સાહિત હૈ. ફિલ્મ 8 માર્ચ, 2024 કો સ્ક્રીન પર હિટ હોગી.”

‘Double iSmart’ સમગ્ર ભારતમાં રિલીઝ થશે

હોલિવૂડ સિનેમેટોગ્રાફર જિયાની જિયાનેલી પણ આ હાઈ-વોલ્ટેજ એક્શન એન્ટરટેઈનર પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રામ સિવાય અન્ય કયા કલાકારો હશે, આ અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મના અન્ય કલાકારો અને ક્રૂને જાહેર કરશે. ‘Double iSmart’ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. જે 8મી માર્ચ 2024ના રોજ મહા શિવરાત્રીના અવસરે હિન્દીની સાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો