સંજય દત્તે પાપારાઝી પાસે કરી માગ, યુઝર્સે કહ્યું- અજય દેવગન પાસે મળશે, જુઓ Viral Video

સંજય દત્તે (Sanjay Dutt) હીરોથી લઈને વિલન સહિત બંને રોલ સાથે સ્ક્રીન પર તેના ફેન્સનું મનોરંજન કર્યું છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને સંજુ બાબાના ફેન્સ પણ હેરાન થઈ રહ્યા છે.

સંજય દત્તે પાપારાઝી પાસે કરી માગ, યુઝર્સે કહ્યું- અજય દેવગન પાસે મળશે, જુઓ Viral Video
Sanjay Dutt
| Edited By: | Updated on: Jun 21, 2023 | 8:23 PM

Mumbai: સંજય દત્ત (Sanjay Dutt) છેલ્લા ચાર દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. સંજય દત્તે પોતાના કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. સ્ક્રીન પર સંજય દત્તે હીરો અને વિલન બંને રોલ કરીને તેના ફેન્સને એન્ટરટેઈન કર્યા છે. આ દરમિયાન એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને સંજુ બાબાના ફેન્સ પણ હેરાન થઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સંજય દત્તનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સંજય મુંબઈના ખાર વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન સંજય દત્તે ત્યાં હાજર પાપારાઝીને પૂછ્યું, ‘મસાલા હૈ ક્યા?’ પાપારાઝી કહે, ‘કોઈ મસાલો નથી, લઈને આવું.’ તેના પર સંજય દત્ત કહે છે, ‘હવે ક્યાંથી લઈને આવીશ’. પાપારાઝી કહે છે, ‘અરે બાબા.’ આ પછી સંજય દત્ત પોતાની કારમાં જતો રહે છે. સંજય દત્તના આ વીડિયો પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

યુઝર્સ કરી રહ્યા છે ફની કોમેન્ટ

સંજય દત્તના વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું છે કે ‘મુંહ મેં રજનીગંધા કદમોં મેં દુનિયા.’ એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, ‘બોલો જુંબા કેસરી.’ એક યુઝરે લખ્યું છે કે, ‘અજય દેવગનની પાસે મળશે.’ તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, સંજય દત્ત ક્યારેય પોતાનું જીવન છુપાવવાની કોશિશ કરતો નથી, ગમે તે હોય, દરેક વ્યક્તિ તેના જીવન વિશે જાણે છે.

આ પણ વાંચો : Death threat to Honey Singh : સિંગર હની સિંહને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી જાનથી મારી નાખવાની ધમકી

આ ફિલ્મમાં જોવા મળશે સંજય દત્ત

સંજય દત્ત આ વર્ષે ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળવાનો છે. મુન્નાભાઈ 3, થલાપતિ વિજયની ફિલ્મ ‘લિયો’માં પણ સંજય દત્ત જોવા મળશે. આ સિવાય તે ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળશે. સંજય દત્ત, સની દેઓલ, જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી ફિલ્મ બાપમાં પણ હશે. આ સિવાય સંજય દત્તની ફિલ્મ ઘુડચઢી પણ ચર્ચામાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો