Filmfare Awards 2023 : સલમાન ખાન 68મા ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરશે, ફોટો શેર કરી કહ્યું, બસ અચ્છે સે હો જાયે

|

Apr 27, 2023 | 9:55 AM

68th Filmfare Awards 2023: સુપરસ્ટાર સલમાન ખાન 68મા ફિલ્મફેર એવોર્ડ્સ 2023ને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આ ખાસ ઈવેન્ટ પહેલા સલમાને તેના તમામ ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું છે.

Filmfare Awards 2023 : સલમાન ખાન 68મા ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરશે, ફોટો શેર કરી કહ્યું, બસ અચ્છે સે હો જાયે

Follow us on

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 68મો ફિલ્મફેર એવોર્ડ 2023 આજે એટલે કે 27મી એપ્રિલે થવા જઈ રહ્યો છે. આ ઈવેન્ટ્સનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે અને સુપરસ્ટાર સલમાન ખાન આ ઈવેન્ટને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. જો કે આ વાતનો ખુલાસો પહેલા જ થઈ ગયો હતો કે, આ વખતે સલમાન તેને હોસ્ટ કરશે.

સુપરસ્ટારની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી

સલમાન ખાને ફિલ્મફેર એવોર્ડ પહેલા એક ફોટો શેર કર્યો છે. આ ફોટો અને તેનું કેપ્શન જોયા બાદ અંદાજ લગાવી શકાય છે કે અભિનેતા ફિલ્મફેરની તૈયારી કરી રહ્યો છે. શેર કરેલા ફોટોમાં સુપરસ્ટારની ખૂબ જ બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. સલમાન સ્ટેજ પર બંને હાથ પેન્ટના ખિસ્સામાં રાખીને ઉભો જોવા મળે છે.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

 

 

આ પણ વાંચો : સાસુ અને વહુ વચ્ચે જોવા મળ્યો સૌથી મોટો ફરક, એક કરે છે વેલકમ તો એક ના ચહેરા પર છે ધિક્કારની લાગણી !

તેના અદભૂત ફોટો સાથે, સલમાન ખાને કેપ્શનમાં લખ્યું કે, કોઈ નથી જાણતું કે આવતીકાલ શું છે…આ મામલામાં સાચું નથી કારણ કે કાલે ફિલ્મફેર એવોર્ડ્સ છે.બસ અચ્છે સે હો જાયે, દુઆ કરો ક્યૂંકી દુઓં મેં હૈ બડા દમ, વંદે. માતરમ. આ પોસ્ટ બાદ સલમાન ખાનના ફેન્સ તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ખાન તેની શાનદાર હોસ્ટિંગ માટે જાણીતો છે. તેને શ્રેષ્ઠ હોસ્ટ પણ કહેવામાં આવે છે.

 

 

સલમાન ખાન સાથે મનીષ પોલ અને આયુષ્માન ખુરાના પણ આ ઈવેન્ટને હોસ્ટ કરતા જોવા મળશે. આ સાંજને યાદગાર બનાવવા માટે, જ્હાનવી કપૂર, ગોવિંદા, વિકી કૌશલ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ ધમાકેદાર પરફોર્મન્સ આપવાના છે. તમને જણાવી દઈએ કે, ખુદ ફિલ્મફેરે એક વીડિયો દ્વારા સલમાનના હોસ્ટ બનવાની વાત શેર કરી હતી. આ સિવાય વીડિયોમાં ગત વર્ષના ફિલ્મફેર પરફોર્મન્સની ઝલક જોવા મળી રહી છે.

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Next Article