સલમાન ખાને લુલિયા વંતુરનો જન્મદિવસ ઉજવ્યો, સેલિબ્રેશનમાં જોવા મળ્યો ‘ખાન પરિવાર’, જુઓ વીડિયો

લુલિયા વંતુરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લુલિયા તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી હતી.

સલમાન ખાને લુલિયા વંતુરનો જન્મદિવસ ઉજવ્યો, સેલિબ્રેશનમાં જોવા મળ્યો ખાન પરિવાર, જુઓ વીડિયો
સલમાન ખાને લુલિયા વંતુરનો જન્મદિવસ ઉજવ્યો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 25, 2022 | 2:31 PM

Lulia Vantur : સલમાન ખાન લુલિયા વંતુરનો જન્મદિવસ સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. રવિવારના રોજ સલમાન ખાન (Salman Khan)ની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સિંગર લુલિયા વંતુરને સલમાન ખાન સહિત તેના પરિવારના કેટલાક સભ્યો અને મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી ઉજવણી કરતો જોવા મળ્યો હતો. લુલિયાના જન્મદિવસના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં લુલિયા મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ફોટો અને વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સલમાન ખાને લુલિયા વંતુર સાથે twinning કરતા બ્લેક આઉટફિટ પહેર્યું છે.

આયુષ શર્માએ શેર કરી લુલિયા સાથે સલમાનનો ફોટો

 

સલમાન ખાન સિવાય તેમણે તેના ભાઈ સાહેલ ખાન, જીજાજી આયુષ શર્મા અને મ્યુઝિક કંપોઝર સાજિદ ખાન પણ આ પાર્ટીનો ભાગ રહ્યા હતા. આયુષ શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. જેમાં લુલિયાની પાર્ટીમાં સામેલ થયેલા તમામ લોકો જોવા મળી રહ્યા છે. ફોટોમાં તમે જોઈ શકો છે કે, લુલિયા વંતુરે વન-શોલ્ડર બ્લેક ડ્રેસ પહેર્યો છે. તેની સાથે સલમાન ખાન પણ ઉભેલો જોવા મળી રહ્યો છે. જેમણે બ્લેક રંગની ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું છે,આયુષ શર્માએ આ ફોટો સાથે કેપ્શન લખ્યું કે, તમને જન્મદિવસની ખુબ શુભકામના લુલિયા. તમે હંમેશા સ્માઈલ કરતા રહો.

 

આ સિવાય લુલિયા વંતુરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લુલિયા પોતાના મિત્રો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. લુલિયા કેક કટ કરતી જોવા મળી રહી છે સલમાન ખાન તેની સામે ઉભો છે, પરંતુ આ વીડિયોમાં સલમાન ખાનનો ચેહરો જોવા મળી રહ્યો નથી.

આ વીડિયોને લુલિયાએ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો

આ વીડિયો શેક કરતા લખ્યું કે, હું ખુબ ખુશ છું. હું મારી જીંદગીમાં સારા લોકોને લઈ ભાગ્યશાળી માનું છુ,મિત્રો પરિવાર આ એ છે જેને હું પ્રેમ કરું છુ, હું ભરોસો કરું છુ, મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે તમામ લોકોનો આભાર, મારી જીંદગી તમારા કારણે સુંદર છે.