West Bengal: મમતા બેનર્જીના ઘરે પહોંચ્યો સલમાન ખાન, CMની સાથે કરી મુલાકાત

|

May 13, 2023 | 6:17 PM

બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાને શનિવાર રાત્રે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૃલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ તેને કાલીધાટ સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

West Bengal: મમતા બેનર્જીના ઘરે પહોંચ્યો સલમાન ખાન, CMની સાથે કરી મુલાકાત
Image Credit source: facebook

Follow us on

બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાને શનિવાર રાત્રે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૃલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ તેને કાલીધાટ સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ તેમને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું, ત્યારબાદ સલમાન ખાન અને મમતા બેનર્જીએ ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું.

આ પણ વાચો: Breaking News Salman Khan Death Threat  રોકી ભાઈ એ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી, કહ્યું- 30મીએ મારી નાખીશ

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન શુક્રવારે મોડી રાત્રે કોલકતા પહોંચ્યો હતો. અંદાજે 13 વર્ષ બાદ અભિનેતા સલમાન ખાને કોલકતાની ધરતી પર પગ રાખ્યો હતો. આ વચ્ચે સલમાન ખાનને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે હાલમાં અભિનેતા સલમાન ખાનને Y કેટેગરીની સુરક્ષા મળી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મમતા બેનર્જીના ઘરે પહોંચ્યો સલમાન ખાન

સલમાન ખાન મમતા બેનર્જીના ઘરે કારમાં પહોંચ્યો હતો. તેની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવમાં આવી હતી. સલમાન ખાને ગાડીમાંથી ઉતરતાની સાથે જ મમતા બેનર્જીનું અભિવાદન કર્યું હતું. મમતા બેનર્જીએ પણ અભિનેતાનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

 

 

શનિવાર રાત્રે ઈસ્ટ બંગાળમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા , જેકલિન ફર્નાન્ડિઝ, પુજા હેગડે, પ્રભુ દેવા, આયુષ શર્મા લાઈવ શો કરશે. ત્યારે સલમાન ખાનના ચાહકો તેના ફેવરિટ અભિનેતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સલમાન ખાન કેટલાક ગીત પર ડાન્સ કરશે.

સલમાન ખાનની સુરક્ષામાં તૈનાત 3000 પોલીસકર્મી

હાલમાં ઈવેન્ટના સ્થળ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. અંદાજે 3000 પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં બાઉન્સરોને પણ બોલાવવામાં આવ્યા છે.

ક્લબ પરિસરમાં પહેલાથી જ સલમાન ખાનના ચાહકોની ભીડ જોવા મળી રહી છે. લાઈવ કાર્યક્રમના આયોજનનો અંતિમ કામ ચાલી રહ્યું છે. ભાઈજાનના હિટ ગીત પર ડાન્સ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

મહત્વનું છે કે સલમાન ખાનને છેલ્લા ઘણા સમયથી જાનથી મારી નાખવાની ઘમકી મળી રહી છે, ત્યારે આ વચ્ચે સલમાન ખાન 13 વર્ષ બાદ બંગાળની ધરતી પર સલમાને પગ મુક્યો હતો, મહત્વનું છે કે સલમાનની સુરક્ષા માટે 3000 પોલીસ કર્મઓને તૈનાત કરવામાં આવ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article