Abu Dhabi: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં આઈફા 2023 માટે અબુ ધાબીમાં છે. તેની સાથે અભિષેક બચ્ચન, વિકી કૌશલ, ફરાહ ખાન અને રાજકુમાર રાવ પણ જોડાયા છે, જેઓ આ ઈવેન્ટને હોસ્ટ કરશે. આઈફા 2023ની (IIFA 2023) પ્રેસ કોન્ફરન્સમાંથી સલમાન ખાન અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. આ જોયા પછી લોકો કહે છે કે સલમાને વિકીને ઈગ્નોર કર્યો. જે રીતે સલમાનના બોડીગાર્ડ્સે વિકીને સાઈડ પર કર્યો, તેનાથી ફેન્સ પણ ગુસ્સે થઈ રહ્યા છે.
આ વાયરલ વિડિયોમાં વિકી કૌશલ થોડા અંતરે ઊભો જોઈ શકાય છે. જ્યારે સલમાન તેના બોડીગાર્ડ સાથે એન્ટ્રી કરે છે. જેમ જેમ સલમાન ધીમે ધીમે નજીક આવે છે, તેમ તેમ વિકી તેને અભિવાદન કરવા માટે સલમાન તરફ હાથ લંબાવતો જોવા મળે છે. પરંતુ એક બોડીગાર્ડ વિકીને સુપરસ્ટારથી દૂર ધકેલી દે છે, કારણ કે સલમાન તેની તરફ હાથ લંબાવતો નથી અને માત્ર સામે જોઈને જતો રહે છે. વિકીના ફેસના એક્સપ્રેશન સ્પષ્ટ દેખાય છે. તેઓ બીજી વખત પણ હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લાગે છે કે સલમાન તેને ઓળખી શક્યો નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો.
No matter who you are, you have to clear the path when Tiger is on his way.
The persona of #SalmanKhan 🔥 pic.twitter.com/pRSB7iwQ82
— MASS (@Freak4Salman) May 25, 2023
ઈન્ટરનેટ પર વીડિયો સામે આવતાની સાથે જ નેટીઝન્સે જોયું કે બંને વચ્ચે ખૂબ જ અજીબોગરીબ ઈન્ટરેક્શન થયું હતું. ઘણા લોકોને લાગ્યું કે વિકીને સલમાન ખાનથી એક સામાન્ય માણસની જેમ દૂર ધકેલી દેવામાં આવ્યો હતો અને યુઝર્સના મતે દેખીતી રીતે સલમાને તેની સાથે કોઈ કારણસર આવું વર્તન કર્યું હતું.
આ પણ વાંચો : ‘માતાનું ધ્યાન રાખવું અને હંમેશા…’, પિતાની યાદમાં આયુષ્માન ખુરાનાએ લખી ઈમોશનલ પોસ્ટ, શેર કરી તસવીરો
એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી કે, “સામાન્ય માણસની જેમ સાઈડલાઈન થઈ ગયો પરંતુ સલમાન ખાનની સુરક્ષા પાછળનું કારણ આપણે બધા જાણીએ છીએ.” અન્ય એક યુઝરે લખ્યું, ‘સલમાન વિકી પ્રત્યે આવું વલણ બતાવી રહ્યો છે. તે સારું નથી લાગતું.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘બહુ ફ્રેન્ડલી નથી લાગતું. બંને ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. વિકી જે બોલી રહ્યો હતો તેના જવાબમાં પણ સલમાને કંઈ કહ્યું નહીં.