
Tiger 3: ફિલ્મ ટાઈગર 3 ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફેન્સનું એક્સાઈટમેન્ટ પણ વધી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફ (Katrina Kaif) ફરી એકવાર એક્શન અને રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં પઠાણ બનેલા શાહરૂખ ખાનનો એક કેમિયો પણ જોવા મળશે. આ દરમિયાન કેટરીનાનો એક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર એક્શનની ઝલક જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટરિના કૈફ કથિત રીતે એક્શન કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં એક એક્શન સીનની ઝલક જોવા મળી છે, જ્યાં એક બાઈક કાર સાથે અથડાય છે. મહિલા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે અને હેલ્મેટને કારણે તેનો ફેસ દેખાતો નથી. સોશિયલ મીડિયા કેપ્શન મુજબ, આ ઝોયા (ટાઈગર સિરીઝમાં કેટરિના કૈફનું નામ) છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટાઈગર 3 નો એક વીડિયો લીક થયો હતો, જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પરંતુ તે વીડિયોમાં બંનેના ફેસ સ્પષ્ટ દેખાતા ન હતા.
Zoya #KatrinaKaif #Katrina #Tiger3 pic.twitter.com/bd4aTt93m8
— Katrina Kaif (@katrinafansss) October 6, 2023
(T0wwet: Katrina Kaif Instagram)
ટાઈગર 3 10 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં ફરી એકવાર કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી જોવા મળશે. આ વખતે ઈમરાન હાશમી ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. આ વખતે ફિલ્મ દર્શકો માટે વધુ ખાસ છે કારણ કે પઠાણ તરીકે શાહરૂખ ખાનનો કેમિયો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ પણ કમાણીના મામલે ઈતિહાસ રચી શકે છે.
આ પણ વાંચો: Gadar 2 OTT: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવી રહી છે ગદર 2, જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ