Emotional Video: યુવાનો થઈ રહ્યા છે પાગલ, ચાલ્યો સૈયારાનો જાદુ, થિયેટરમાં ક્યાક બેભાન તો ક્યાક IV ડ્રિપ લઈને પહોંચ્યો યુવાન, જુઓ Viral Video

Emotional Viral Video: મોહિત સૂરીના દિગ્દર્શન હેઠળની ફિલ્મ 'સૈયારા'નો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. ફેન્સ IV ડ્રિપ લઈને ફિલ્મ જોવા જઈ રહ્યા છે. તો કેટલાક યુવાનો મુવી પુરુ થતાં ખૂબ જ રડી રહ્યા છે.

Emotional Video: યુવાનો થઈ રહ્યા છે પાગલ, ચાલ્યો સૈયારાનો જાદુ, થિયેટરમાં ક્યાક બેભાન તો ક્યાક IV ડ્રિપ લઈને પહોંચ્યો યુવાન, જુઓ Viral Video
Saiyara Movie Theater cinema hall Emotional viral Video
| Updated on: Jul 22, 2025 | 12:03 PM

મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેમાં દર્શકોને કોઈ મોટો સ્ટાર નહીં, પણ એક નવી જોડી જોવા મળી હતી. જે અહાન પાંડે અને અનિત પદ્દાની હતી. આ જોડી આવતાની સાથે જ લોકોના દિલ પર રાજ કરી ગઈ હતી. આ અહાનની ડેબ્યૂ ફિલ્મ હતી, જ્યારે અનિતે અગાઉ એક વેબ સિરીઝમાં સાઈડ રોલ અને કાજોલ સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું.

કેટલાક દર્શકો રડતા જોવા મળ્યા

ફિલ્મની વાર્તા, સ્ટાર્સનો અભિનય લોકોને એટલો બધો ગમ્યો કે જે કોઈ પણ થિયેટરમાં ફિલ્મ જોવા ગયો તે તેની પ્રશંસા કરતા રોકી શક્યો નહીં. આ ફિલ્મને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેટલાક દર્શકો રડતા જોવા મળે છે, જ્યારે કેટલાક નાચતા જોવા મળે છે. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ હાથમાં IV ડ્રિપ લઈને ફિલ્મ જોવા પહોંચ્યો હતો.

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું

મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અહાન પાંડે અને અનિત પદ્દાની કેમેસ્ટ્રી અને અભિનય ચાહકોના દિલ જીતી રહ્યો છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. આ મુવીનો એટલો ક્રેઝ એક વ્યક્તિ હાથમાં IV ડ્રિપ લઈને ‘સૈયારા’ ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યો હતો. તે વ્યક્તિ વીડિયોમાં ખૂબ જ ભાવુક પણ જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયો જોયા પછી ઈન્ટરનેટ યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એકે લખ્યું ‘અરે ભાઈ, પહેલા સારવાર કરાવો અને પછી ફિલ્મ જુઓ’, બીજાએ લખ્યું ‘પહેલા સારવાર કરાવો ભાઈ’, બીજા યુઝરે લખ્યું ‘કેવું નાટક ચાલી રહ્યું છે’. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @iamfaisal04 નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

તમે પણ જુઓ….

અહાન પાંડેની ફિલ્મ જોતી વખતે ઘણા લોકો ભાવુક થઈ જાય છે. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાય છે. કેટલાક લોકો પાગલ બની ગયા છે. સતત રડ્યા કરે છે. તો કેટલાકને સંભાળવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. એક ગર્લ મુવી પુરુ થયા પછી થિયેટરના આગળના ભાગમાં ઘુંટણિયે પડીને રડી રહી છે. ઘણા લોકો તેને સંભાળી રહ્યા છે.

‘સૈયારા’ એ ઘણા રેકોર્ડ તોડ્યા

મોહિત સૂરીએ ‘સૈયારા’ એવા સમયે રિલીઝ કરી છે જ્યારે થિયેટરોમાં એક્શન-થ્રિલર અથવા હોરર ફિલ્મોનો ધમાકો ચાલી રહ્યો છે. તેમણે પોતાની ફિલ્મનું કોઈ ખાસ પ્રમોશન કર્યું નથી. આવી સ્થિતિમાં એવું વિચાર્યું ન હતું કે આ ફિલ્મ આ રીતે લોકોના દિલમાં સ્થાન બનાવશે. જોકે હવે તેની સફળતાએ સાબિત કર્યું છે કે આજે પણ લોકો રોમેન્ટિક ફિલ્મોને પસંદ કરે છે.

‘સૈયારા’ એ ત્રણ દિવસમાં આટલા કરોડની કમાણી કરી છે

અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે અને આ ત્રણ દિવસમાં ફિલ્મે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. બીજી તરફ જો આપણે તેના કલેક્શન વિશે વાત કરીએ, તો એક રિપોર્ટ મુજબ ફિલ્મે 100 કરોડથી પણ ઉપરનો બિઝનેસ કર્યો છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો