ઓસ્કાર એવોર્ડ 2023 ભારત માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે. આજનો દિવસ દેશવાસીઓ માટે ખુબ ખાસ છે. આ વખતે ભારતમાંથી ત્રણ ફિલ્મોએ ઓસ્કાર માટે પોતાની દાવેદારી રજુ કરી હતી, જેમાંથી બે બાજી મારી છે. SS રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે જ્યારે The Elephant Whispers ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ અવસર પર દેશભરમાં ખુશીનો માહોલ છે અને સેલેબ્સને અભિનંદન આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
The roar of #RRR 🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/eLyKudcNUl
— Rana Daggubati (@RanaDaggubati) March 13, 2023
સાઉથ ફિલ્મના મોટા અભિનેતા અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતીએ એવોર્ડ સેરેમનીનો વીડિયો શેર કર્યો છે અને ફિલ્મને એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દિગ્ગજ નેતા એમ વેંકૈયા નાયડુએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ફિલ્મના ગીતનું પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું- ઓસ્કર જીતવા અને ઈતિહાસ રચવા માટે સંગીતકાર કીરવાણી, ગીતકાર ચંદ્રબોઝ, નિર્દેશક રાજામૌલી અને #RRR ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
Congratulations to composer Keeravani garu, lyricist Chandra Bose, ace director Rajamouli garu, & the crew of #RRR movie for making history by winning the prestigious #Oscar Award for the Best Original Song for the popular number, #NaatuNaatu . pic.twitter.com/qbId8Th2NW
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 13, 2023
આ સિવાય બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ઓસ્કાર વિજેતા બંને ફિલ્મોને અભિનંદન પાઠવ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિઝ્યુઅલ શેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે આલિયા પણ આ ફિલ્મનો ભાગ હતી અને તેણે તેમાં કેમિયો રોલ કર્યો હતો.
આ સિવાય આ વર્ષનો ઓસ્કાર અન્ય કારણથી પણ ખાસ રહ્યો. વર્ષ 2023માં ભારતને પ્રથમ વખત ઓસ્કાર મળ્યો અને દેશે એક નહીં પરંતુ બે એવોર્ડ જીત્યા. આરઆરઆરની નાટુ નાટુ ઉપરાંત ગુનીત મોંગા અને કાર્તિકેય ગોન્સાલ્વિસની ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તે એક શોર્ટ ફિલ્મ હતી અને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીની શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. તેની વાર્તા પ્રાણીઓ પ્રત્યેની સંવેદનશીલતા પર આધારિત હતી અને તેમાં રઘુ નામના મદનીયાની વાર્તા દર્શાવવામાં આવી હતી.
Published On - 10:00 am, Mon, 13 March 23