કોરોનાને કારણે RRRની રિલીઝ ડેટ રખાઈ મુલતવી, મેકર્સને થયું કરોડોનું નુકસાન

|

Jan 01, 2022 | 6:18 PM

હિન્દી સિનેમાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'RRR'ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે.

કોરોનાને કારણે RRRની રિલીઝ ડેટ રખાઈ મુલતવી, મેકર્સને થયું કરોડોનું નુકસાન
RRR release date postponed due to Corona

Follow us on

હિન્દી સિનેમાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘RRR’ની (RRR) રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn), આલિયા ભટ્ટ (Alia Bhatt), જુનિયર એનટીઆર (Junior NTR) અને રામચરણ (Ramcharan) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ નિર્માતાઓએ તાજેતરમાં જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે.

નિર્માતાઓનું કહેવું છે કે ઓમિક્રોનના (Omicron Virus) કેસ વધવાને કારણે ઘણા રાજ્યોમાં થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. આ કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. જોકે, મેકર્સે હજુ સુધી નવી તારીખની જાહેરાત કરી નથી. આ ફિલ્મ 7 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘RRR’ના નિર્માતાઓએ એક ખાસ નોંધ લખીને આની જાહેરાત કરી છે. પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, “તમામ લોકોના હિતને ધ્યાનમાં રાખીને, અમે અમારી ફિલ્મને મુલતવી રાખવા માટે મજબૂર છીએ. તેમનો બિનશરતી પ્રેમ વરસાવવા માટે તમામ ચાહકોનો આભાર.”

આ નિવેદનમાં લખ્યું છે કે, અમારા ઘણા પ્રયત્નો છતાં કેટલાક સંજોગો અમારા નિયંત્રણમાં નથી. ઘણા રાજ્યો તેમના થિયેટરો બંધ કરી રહ્યા હોવાથી અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમે યોગ્ય સમયે ભારતીય સિનેમાનું ગૌરવ પાછું લાવીશું. અમે કરીશું. તમને જણાવી દઈએ કે ફિલ્મનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું હતું. ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાને કારણે મેકર્સને નુકસાન થયું છે.

RRR એક કાલ્પનિક વાર્તા છે જે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ પર આધારિત છે

દિગ્દર્શક એસએસ રાજામૌલીની ‘RRR’ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની, અલુરી સીતારામ રાજુ અને કોમારામ રાજુની કાલ્પનિક વાર્તા દર્શાવે છે, જે રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવી છે. ડીવીવી દાનૈયા દ્વારા નિર્મિત આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ ઉપરાંત, આરઆરઆરમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ, રે સ્ટીવેન્સન, એલિસન ડુડી, ઓલિવિયા મોરિસ, શ્રિયા સરન અને સમુતિરાકાની પણ સહાયક ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એમએમ કીરવાનીએ આપ્યું છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ પહેલા શાહિદની ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Next Article