Breaking News : 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં માતા-પિતા અને દીકરો કરી રહ્યા છે એક સાથે કામ, જુઓ વીડિયો

Raja Shivaji : રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. હવે ફિલ્મને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. રિતેશ જેનેલિયાની જોડી ફરી એક સાથે જોવા મળશે. ફિલ્મનું બજેટ અંદાજે 100 કરોડનું જણાવવામાં આવી રહ્યું છે.

Breaking News : 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં માતા-પિતા અને દીકરો કરી રહ્યા છે એક સાથે કામ, જુઓ વીડિયો
| Updated on: Apr 21, 2026 | 2:33 PM

રિતેશ દેશમુખ પોતાની અપકમિંગ ફિલ્મ રાજા શિવાજીને લઈ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મ ચર્ચામાં હતી. હાલમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેને જોયા બાદ ચાહકો ફિલ્મ જોવા માટે આતુર છે. ફિલ્મ એટલા માટે ખાસ છે કારણ કે, આ ફિલ્મને ખુદ રિતેશ દેશમુખ ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમજ ફિલ્મમાં તેના અપોઝિટ જેનેલિયા ડિસુઝા છે. આટલું જ નહી રિતેશ માટે રાજા શિવાજી ખાસ હોવાનું એક કારણ છે. જે છે તેના દીકરાનું ડેબ્યુ.

વર્ષ 2024માં રિતેશ દેશમુખ પોતાની અપકમિંગ ફિલ્મ રાજા શિવાજીની જાહેરાત કરી હતી. ત્યારબાદ ફિલ્મને લઈ અપટેડ સામે આવતી રહેતી હતી પરંતુ હવે ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થઈ ચૂક્યું છે. જે શરુ થતાં જ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણનું પાત્ર દેખાડવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, આ પાત્ર બીજા કોઈ નહી, પરંતુ રિતેશ દેશમુખના 10 વર્ષનો દીકરો રાહિલ દેશમુખ છે. આ ફિલ્મથી રાહિલ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી રહ્યો છે. જેનેલિયા-રિતેશની ફિલ્મમાં રાહિલને જોવા મળશે.

 

 

દીકરાનું ડેબ્યુ

રાજા શિવાજીમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણનું પાત્ર નિભાવી રહ્યો છે. રાહિલ રિતેશ -જેનેલિયાનો નાનો દીકરો છે. તેના મોટા દીકરાનું નામ રિયાન છે. બંન્ને હંમેશા પરિવારની સાથે જોવા મળે છે. બંન્નેના સંસ્કારોની પણ વાત કરવામાં આવે છે. ટ્રેલરની વાત કરવામાં આવે તો. 20 એપ્રિલના રોજ ગ્રાન્ડ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ફિલ્મમાં સામેલ મહત્વના પાત્ર હાજર રહ્યા હતા.

સલમાન પણ સામેલ

રાજા શિવાજી ફિલ્મમાં જેનેલિયા રિતેશ સિવાય સંજય દત્ત, અભિષેક બચ્ચન, મહેશ માંજરેકર,સચિન ખેડેકર,ભાગ્ય શ્રી , ફરદીન ખાન,જિતેન્દ્ર જોશી જેવા સ્ટાર સામેલ છે. તો થોડા સમય પહેલા રિતેશ દેશમુખે કન્ફોર્મ કર્યું હતુ કે, ફિલ્મમાં સલમાન ખાન પણ સામેલ થવાના છે. રાજા શિવાજીમાં સલમાન ખાનનો કૈમિયોથશે. અભિનેતાના પાત્રને લઈ કહેવામાં આવ્યું કે, ફિલ્મમાં સલમાન ખાન જિવા મહલના પાત્રમાં જોવા મળી શકે છે.

Ritesh Deshmukh Family Tree : પિતા રહી ચૂક્યા છે CM ભાઈઓ પણ છે રાજકારણમાં સક્રિય, આવો છે બોલિવુડની સૌથી ક્યૂટ જોડીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us