હેમા માલિનીના જન્મદિવસ પર રેખાનો સ્વેગ જોવા મળ્યો, બંને એક્ટ્રેસે ‘ક્યા ખૂબ લગતી હો’ પર કર્યો ડાન્સ, જુઓ Video

હેમા માલિનીના (Hema Malini) 75માં જન્મદિવસ પર રેખાએ (Rekha) ડ્રીમ ગર્લને બોલીવુડનું સુપરહિટ ગીત 'ક્યા ખૂબ લગતી હો' ડેડિકેટ કર્યું હતું અને બર્થડે પાર્ટીમાં રેખા હેમા માલિની સાથે આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સલમાન ખાનથી લઈને જયા બચ્ચન પાર્ટીમાં સામેલ થયા હતા. સુપરહિટ ગીત 'ક્યા ખૂબ લગતી હો' પર રેખાએ તેની મિત્ર હેમા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. લોકો બંનેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

હેમા માલિનીના જન્મદિવસ પર રેખાનો સ્વેગ જોવા મળ્યો, બંને એક્ટ્રેસે ક્યા ખૂબ લગતી હો પર કર્યો ડાન્સ, જુઓ Video
Hema Malini - Rekha
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Oct 17, 2023 | 12:50 PM

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીના (Hema Malini) 75માં જન્મદિવસે તેમની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં બોલિવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી અને ડ્રીમ ગર્લને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં તેની પુત્રી ઈશા અને આહાના દેઓલ પણ સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં સલમાન ખાનથી લઈને જયા બચ્ચન સામેલ થયા હતા. આ પાર્ટીમાં રેખાનો (Rekha) લુક સૌથી વધુ લાઈમલાઈટ રહ્યો હતો. ડ્રીમ ગર્લ અને રેખા ખૂબ જ સારા મિત્રો છે. આ ખાસ અવસર પર તેની મિત્ર હેમાના જન્મદિવસ પર રેખાએ તેના માટે બોલિવુડનું એક સુંદર સુપરહિટ ગીત ડેડિકેટ કર્યું.

ડ્રીમ ગર્લ માટે રેખાએ ડેડિકેટ કર્યું સોન્ગ

હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં રેખાનો એક અલગ પ્રકારનો ચાર્મ જોવા મળ્યો હતો. રેખા અને હેમા માલિનીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે બોલિવુડની ડ્રીમ ગર્લની બર્થડે પાર્ટીનો છે. આ વીડિયોમાં રેખા અને હેમાને સાથે ડાન્સ કરતા જોઈ શકો છો. સુપરહિટ ગીત ‘ક્યા ખૂબ લગતી હો’ પર રેખાએ તેની મિત્ર હેમા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. લોકો બંનેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

(VC: Viral Bhayani Instgram)

રેખાનો લકુક લાઈમલાઈટમાં રહ્યો

હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં રેખાએ ક્રીમ કલરની હેવી સિક્વન્સ વર્ક સાડી પહેરી હતી. રેખાના લુક પર પાપારાઝી અને ફેન્સની નજર અટકી ગઈ. રેખા હંમેશની જેમ સાડીમાં સુંદર લાગી રહી હતી. રેખાએ આ સાડી સાથે મેચિંગ પોટલી પર્સ કૈરી કર્યું હતું. આ સાથે તે હાથમાં ભારે બંગડી પહેરેલી જોવા મળી હતી. એક્ટ્રેસના આ આકર્ષક લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

(VC: Viral Bhayani Instgram)

રેખા અને વિદ્યા બાલને સાથે પોઝ આપ્યો

આ પાર્ટીમાં રેખા પણ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી. આ વીડિયોમાં રેખા અને વિદ્યા બંને હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે રેખા હંમેશા આવી હેવી વર્ક સાડી પહેરેલી જોવા મળે છે. સાડીમાં તે વધુ કાંજીવરમ સાડી પહેરે છે.

આ પણ વાંચો: Yo Yo Honey Singh ના ગીત ‘કલાસ્ટાર’એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એક દિવસમાં મળ્યા કરોડો વ્યૂઝ, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો