કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
ફિલ્મ ચાલ જીવી લઈએના પા પા પગલીના શબ્દો જોઈશું. જેના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જેનું મ્યુઝિક સચિન- જીગર દ્વારા આપવામાં આવ્યા છે. આ સોંગને સોનું નિગમ અને સચિન- જીગર દ્વારા ગાવામાં આવ્યું છે.
વ્હાલ નો દરિયો છે તું,
તું છલકતો જાય છે,
લાગણી ઘેરાય છે ને,
તું વરસતો જાય છે,
તૂટી ને હું વીખરાઉં પણ,
સપનાઓ તારા તૂટે નહિ,
મારા શ્વાસ છૂટી જાય પણ,
કદી સ્મિત તારું છૂટે નહિ…
પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ,
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ,
હો હો હો ……મારા વાલમ,
હોહો હો……મારા વ્હાલ
તારું ચાલવું તારું બોલવું કાલું ને ઘેલું યાદ છે…,
મારી આંખ માં તારા બાળપણ ના સેંકડો વરસાદ છે,
તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી,
મારી જિંદગી આખી ઘડી બસ તુજ પુંજી છે ખરી
પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ,
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ
મારી જિંદગી મેં આખી રાખી છે તારે કાજ…,
હોહો હો મારા વ્હાલ હો હો હો
પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ,
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ…
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો