હેલ્મેટ ન પહેરવા બદલ રશ્મિકા મંદન્નાએ ફેન્સને આપ્યો ઠપકો, વીડિયો થયો વાયરલ

|

Dec 28, 2022 | 8:24 AM

24મી ડિસેમ્બરે ચેન્નાઈના નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં Rashmika Mandannaની આગામી ફિલ્મ 'વરિસુ'ના ઑડિયો લૉન્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હેલ્મેટ ન પહેરવા બદલ રશ્મિકા મંદન્નાએ ફેન્સને આપ્યો ઠપકો, વીડિયો થયો વાયરલ
rasmika mandana

Follow us on

રશ્મિકા મંદન્નાએ બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક જબરદસ્ત ઓળખ બનાવી છે. સાઉથથી લઈને ટોલીવુડ સુધી કામ કરતી અભિનેત્રીએ તેની ફેન ફોલોઈંગ બમણી કરી છે. જો કે અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ રશ્મિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ફેન્સથી ખૂબ જ નારાજ જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ ઈન્ડસ્ટ્રીની ચુલબુલી એક્ટ્રેસની આ અનોખો વાયરલ અંદાજ.

સોશિયલ મીડિયા પર રશ્મિકાનો એક વીડિયો વાયરલ થયો છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી નવી તમિલ ફિલ્મ Varisuના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં રશ્મિકા મંદાના એક ઈવેન્ટમાં પહોંચી હતી. હાલમાં જ ચેન્નાઈમાં આ ફિલ્મનો ઓડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં તે હાજર હતી. હવે આ ઘટના બાદ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રશ્મિકા તેના એક ફેન્સને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ ઠપકો આપતા જોવા મળી રહી છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ઈવેન્ટ લોન્ચનો વીડિયો વાયરલ

રશ્મિકાની આગામી ફિલ્મ ‘વરિસુ’ના ઓડિયો લોન્ચનું આયોજન 24મી ડિસેમ્બરે ચેન્નાઈના નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ રશ્મિકા કારમાં બેસીને પોતાની હોટલ જવા નીકળી હતી. આ દરમિયાન તેણે જોયું કે કેટલાક ફેન્સ તેને ફોલો કરી રહ્યાં છે અને તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રશ્મિકા પોતાની કાર રોકે છે અને ફેન્સ સાથે વાત કરે છે.

વાયરલ વીડિયો અહીં જુઓ

ફેન્સને પાસે બોલાવીને આપ્યો હતો ઠપકો

હવે તમે વિચારી રહ્યા હશો કે, અભિનેત્રી ફેન્સને શું કહી રહી છે. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવા બદલ તે ફેનને ઠપકો આપી રહી છે. આ પછી, જ્યારે ફેન કહે છે કે હવે તે હેલ્મેટ પહેરશે, તો રશ્મિકા મંદન્ના ત્યાંથી નીકળી ગઈ. સોશિયલ મીડિયા પર લોકો રશ્મિકાની આ કેરિંગ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના વખાણના કરી રહ્યા છે.

Next Article