વેનિટી વેનમાં બોર્ડ એક્ઝામની તૈયારી કરતી જોવા મળી અભિનેત્રી, જુઓ વીડિયો

|

Jan 09, 2025 | 1:39 PM

રવીના ટંડનની દીકરી રાશા થડાની ફિલ્મ આઝાદથી પોતાનું બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. રાશા માત્ર 19 વર્ષની છે અને તેમણે ફિલ્મ આઝાદથી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં જ્યારથી કામ કરવાનું શરુ કર્યું છે. ત્યારથી તે સાથે અભ્યાસ પણ કરી રહી છે. હાલમાં રાશાનો એક વીડિય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વેનિટી વેનમાં બોર્ડ એક્ઝામની તૈયારી કરતી જોવા મળી અભિનેત્રી, જુઓ વીડિયો

Follow us on

રાશા થડાની પોતાની ડેબ્યુ ફિલ્મ આઝાદમાં અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. રવીના ટંડનની દીકરીની આ ફિલ્મમાં અજય દેવગન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આઝાદનું ટ્રેલર જોયા બાદ ચાહકો રાશાની સરખામણી તેની માતા રવીના ટંડનની સાથે કરી રહ્યા છે. પોતાની માતાની જેમ રાશાએ 19 વર્ષની ઉંમરમાં બોલિવુડમાં એન્ટ્રી કરી છે. પરંતુ ફિલ્મમાં શૂટિંગની સાથે તે પોતાના અભ્યાસમાં પણ ધ્યાન આપી રહી છે, રાશા શૂટિંગ વચ્ચે અભ્યાસનું પણ ધ્યાન રાખી રહી છે. રાશા શૂટિંગ વચ્ચે બુક વાંચતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

પહેલું પેપર જિયોગ્રાફીનું

આ પહેલા રાશા વેનિટી વેનમાં પણ અભ્યાસ કરતી જોવા મળી હતી. એક બાજુ તે વેનિટી વેનમાં મેકઅપ કરી રહી છે તેની હેરસ્ટાઈલ થઈ રહી છે. બીજી બાજુ રાશા થડાની ડ્રેસિંગ ટેબલમાં એક મોટી બુક વાંચતી જોવા મળી રહી છે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિ રાશાને પુછે છએ કે, તું શું કરી રહી છો. તો રાશા તેને જવાબ આપે છે કે, હું વાંચી રહી છે. હમણા મારી બોર્ડની પરીક્ષા શરુ થશે. 10 દિવસનો સમય વધ્યો છે. એટલા માટે હું અભ્યાસ કરી રહી છું મારું સૌથી પહેલું પેપર જિયોગ્રાફીનું છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

 

 

રાશા થડાની અને અમન દેવગનની ફિલ્મ આઝાદ 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું હતુ. જેમાં રાશા થડાની શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રાશા ડાન્સની સાથે એક્સપ્રેશન પણ શાનદાર આપી રહી છે. બોલિવુડના અનેક મોટા સ્ટારે આઝાદની રિલીઝ પહેલા રાશાના વખાણ કરી રહ્યા છે.

માતા અભિનેત્રી પિતા ડિસ્ટ્રીબ્યુટર

રાશાની માતા રવીના ટંડનને તો બધા લોકો જાણે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે, તેના પિતા અનિલ થડાની એક મોટા ડિસ્ટ્રીબ્યુટર છે. તેમણે ભૂલ ભુલૈયા થી લઈ સ્કાય ફોર્સ ફિલ્મની કમાન સંભાળી છે. હવે રવીના ટંડન અને અનિલ થડાની સ્ટાર કિડ્સ રાશા પોતાની ફિલ્મમાં શું કમાલ દેખાડે છે. તે જોવાનું રસપ્રદ રહેશે.

Next Article