ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહનું નામ છવાશે, અભિનેતાને મળશે આ ખાસ સન્માન

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને મારકેશ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (International Film Festival)માં સન્માનિત કરવામાં આવનાર છે. આ સમાચાર સાંભળીને અભિનેતાના ચાહકો ખૂબ જ ખુશ છે.

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહનું નામ છવાશે, અભિનેતાને મળશે આ ખાસ સન્માન
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહનું નામ છવાશે, અભિનેતાને મળશે આ ખાસ સન્માન
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 28, 2022 | 10:56 AM

Marakech International Film Festival: બોલિવુડ અભિનેતા રણવીર સિંહ પોતાની શાનદાર એક્ટિંગ અને ફેશન માટે જાણીતો છે. અભિનેતા જ્યાં પણ જાય છે સૌનું ધ્યાન ખેચે છે, રણવીરને બોલિવુડના દમદાર અભિનેતા પણ કહેવામાં આવે છે, રણવીર કામ માટે હંમેશા તૈયાર રહે છે તેણે પોતાના કામથી એક અલગ જ ઓળખ ઉભી કરી છે અનેક હિટ ફિલ્મો આપી અભિનેતાએ ચાહકોના દિલમાં એક અલગ ઓળખ ઉભી કરી લીધી છે.રણવીર સિંહને બોલિવુડમાં 12 વર્ષ થઈ ગયા છે તેમણે 2010માં આવેલી ફિલ્મ બૈંડ બાઝા બારાતથી પોતાના કરિયરની શરુઆત કરી હતી.

આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા લીડ રોલમાં છે. રણવીર સિંહે કોમેડીથી લઈ એક્શનમાં પણ ખાસ ભુમિકા નિભાવી છે. રણવીર એક અભિનેતા તરીકે જ નહિ પરંતુ વિલનના પાત્રમાં પણ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રણવીર સિંહને મારાકેશ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવશે.

 

 

ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 11 થી 19 નવેમ્બર

મોરક્કોમાં મારકેશ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 11 થી 19 નવેમ્બર સુધી થશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરને Etoile d’or આપી સન્માનિત કરવામાં આવશે. આ સમાચાર સામે આવતા જ તેના ચાહકો ખુબ ખુશ થયા છે. આ પહેલા સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને અભિનેતા અમિતાભ બચ્ચન પણ આ સન્માન મળી ચૂક્યું છે. હવે આ લિસ્ટમાં એક નવા અભિનેતાનું નામ સામેલ થવા જઈ રહ્યું છે.

 

 

રણવીર સિંહ સિવાય આ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્કૉટિશ અભિનેતા ટિલ્ડા સ્વિંટન, પ્રસિદ્ધ અમેરિકી ફિલ્મ મેકર જેમ્સ ગ્રે અને મોરક્કન ફિલ્મમેકર ફરીદા બેનલિયાઝિદને પણ એવોર્ડ આપવામાં આવશે, અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટુંક સમયમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે.