Deepika Padukone Video : ક્યાં ગુમ થયો દીપિકા પાદુકોણનો પતિ? એક્ટ્રેસે પોલીસ સ્ટેશનમાં લખાવ્યો રિપોર્ટ, જુઓ Video

|

Jul 03, 2023 | 7:29 PM

Deepika Padukone Video Viral: બોલિવુડ એક્ટર રણવીર સિંહે (Ranveer Singh) એક વીડિયો શેર કર્યો છે જે સસ્પેન્સથી ભરપૂર છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ ખૂબ જ હેરાન જોવા મળે છે અને તેના પતિને શોધી રહી છે. આ વીડિયોમાં રામ ચરણ પણ જોવા મળી રહ્યા છે. આ લેટેસ્ટ વીડિયોએ ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે.

Deepika Padukone Video : ક્યાં ગુમ થયો દીપિકા પાદુકોણનો પતિ? એક્ટ્રેસે પોલીસ સ્ટેશનમાં લખાવ્યો રિપોર્ટ, જુઓ Video
Deepika Padukone - Ranveer Singh

Follow us on

Deepika Padukone Video: બોલીવુડનું શાનદાર કપલ રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) રિયલ લાઈફમાં પણ જોરદાર બોન્ડિંગ શેર કરે છે. ફેન્સ તેના કરતાં પણ વધુ તેમને સ્ક્રીન પર જોવાનું પસંદ કરે છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમના રોમાંસથી ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થયા હતા. પરંતુ આ કપલ છેલ્લા કેટલાક સમયથી કોઈ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા ન હતા. પરંતુ હવે દીપિકાએ એક નવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા છે.

બોલિવુડ એક્ટર રણવીર સિંહે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પોલીસ સ્ટેશનમાં દીપિકા પાદુકોણ છે અને તેના પતિની ગુમ થવાની ફરિયાદ નોંધાવી રહી છે. એક્ટ્રેસ ખૂબ જ ટેન્શનમાં જોવા મળી રહી છે. ત્યારબાદ રણવીર સિંહ પણ એક સીનમાં જોવા મળે છે અને તે દોડતો જોવા મળે છે. આ વીડિયોમાં રામ ચરણ પણ જોવા મળી રહ્યો છે અને તે કોઈનો પીછો કરતો જોવા મળે છે. આ સિવાય એક્ટ્રેસ તૃશા કૃષ્ણન પણ પોલીસ સ્ટેશનમાં જોવા મળી શકે છે, જેના ચહેરા પર ચિંતા જોવા મળી રહી છે.

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

(VC: Ranveer Singh Instagram)

વીડિયોની સાથે વધુ ડિટેલ્સ શેર કરવામાં આવી નથી. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે- ‘ટૂંક સમયમાં જ આ રહસ્ય પરથી પડદો ઉઠશે. @showme.the.secret પર આ ખુલાસો જાણવા માટે જોડાયેલા રહો. આ વીડિયોથી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તે એડનો છે કે ફિલ્મનો છે કે વેબ સિરીઝનો. પરંતુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટ દ્વારા સાઉથ અને બોલિવુડનું મિલન ફરી એકવાર જોવા મળશે.

આ પણ વાંચો: બ્રેકઅપના સમાચાર વચ્ચે દિશા પટની અને ટાઈગર શ્રોફ એકસાથે મળ્યા જોવા, જુઓ Video

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ ખૂબ જ ઉત્સુક થઈ ગયા છે અને પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક ફેને લખ્યું છે કે કોઈ મુઝે યે મત કહ દેના કે યે એક એડ હૈ. આ સિવાય અન્ય એક એક ફેને લખ્યું છે કે અરે ભગવાન, દીપિકા, રણવીર અને રામ ચરણ એકસાથે. પ્લીઝ ઈન્હેં કિસી ફિલ્મ મેં કાસ્ટ કીજિયે. આ વીડિયો પર એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું છે કે મેં ઉમ્મીદ કરતા હૂં કી યે કોઈ એડ ના હો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ પ્રોજેક્ટ શું છે અને તેમાં આ સ્ટાર્સનો રોલ શું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article