રણવીર સિંહે બાળકને ભીડથી બચાવવા માટે કર્યું આ કામ, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

બોલિવુડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh Viral Video) પોતાની સ્ટાઈલથી અને અદાઓથી ફેન્સનું દિલ જીતી લે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને તે સતત ચર્ચામાં છે.

રણવીર સિંહે બાળકને ભીડથી બચાવવા માટે કર્યું આ કામ, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
Ranveer singh
| Edited By: | Updated on: Dec 14, 2022 | 5:13 PM

રણવીર સિંહે વર્ષ 2010માં ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બોલિવુડની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, જેના બાદ તેને પોતાની એક્ટિંગ અને એનર્જેટિક અંદાજથી ખૂબ જ ઓછાં સમયમાં ઈન્ડસ્ટ્રીની સાથે-સાથે લોકોના દીલમાં પણ એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આજે રણવીર સિંહની જબરજસ્ત ફેન ફોલોઈંગ છે, તે જ્યાં પણ જાય છે ત્યાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે, તેના સાથે સેલ્ફી લેવા માટે અને તેનો ઓટોગ્રાફ લેવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે.

હાલમાં જ મુંબઈમાં આયોજીત મલાડ મસ્તી કાર્યક્રમમાં પહોંચ્યો ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. પરંતુ આ દરમિયાન રણવીર સિંહે એક એવું કામ કર્યું, જેના પછી તેની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થવા લાગી અને ફેન્સ તેની પ્રશંસા કરવા લાગ્યા.

રણવીર સિંહે કર્યું આ કામ

એક ફેન પેજે આ ઈવેન્ટ દરમિયાનનો રણવીર સિંહનો એક વીડિયો શેયર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ આ ઈવેન્ટમાંથી બાહર આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ જાય છે. આ દરમિયાન રણવીરની નજર એક બાળક પર પડે છે, જેના પછી એક્ટર તરત જ બાળકને પોતાના ખોળામાં લઈ લે છે.

એક્ટરે ભીડને જોતા બાળકની સુરક્ષા માટે આવું પગલું ભર્યું, જેથી બાળક ભીડ જોઈને ડરી ન જાય અને બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. રણવીર સિંહનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે, લોકો તેના આ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને દરેક તેના વખાણ કરી રહ્યા છે.

અ ફિલ્મમાં જોવા મળશે રણવીર

રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ સર્કસ લઈને સતત ચર્ચામાં છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ જોરદાર કોમેડી કરતો જોવા મળશે. 2 ડિસેમ્બરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના પછી આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. તમને જણાવી દઈએ કે 23 ડિસેમ્બરે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે.