Ranveer Singh Deepika Padukone: રણવીર-દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ અને સલમાનના પાડોશી બનશે, બાંદ્રામાં ચાર માળ ખરીદ્યા

|

Jul 11, 2022 | 5:47 PM

રણવીર સિંહ (Ranveer Singh)તાજેતરમાં 'કોફી વિથ કરણ સીઝન 7'ના પહેલા એપિસોડમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં રણવીર-દીપિકા શાહરૂખ અને સલમાનના પડોશી બનવા જઈ રહ્યા છે.

Ranveer Singh Deepika Padukone: રણવીર-દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ અને સલમાનના પાડોશી બનશે, બાંદ્રામાં ચાર માળ ખરીદ્યા
રણવીર-દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ અને સલમાનના પાડોશી બનશે
Image Credit source: Instagram

Follow us on

Ranveer Singh Deepika Padukone: બોલિવુડ અભિનેતા રણવીર સિંહ  (Ranveer Singh) અને દિપીકા પાદુકોણ કિંગ ખાન શાહરુખ ખાન અને સલમાન ખાનના પાડોશી બનશે.રિપોર્ટ મુજબ રણવીર સિંહ અને તેના પિતાએ કરોડોની ડીલ ફાઈનલ કરી છે, જેમાં શાહરુખ ખાનના બંગલા મન્નતની પાસે રહેશે.તમને જણાવી દઈએ કે, મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર, રણવીર સિંહ અને તેના પિતા જુગજીત સુંદર સિંહ ભવનાનીની ફર્મ Oh Five Oh Media Works LLP એ 119 કરોડ રૂપિયામાં રિયલ એસ્ટેટનો સોદો કર્યો છે. હવે તે બાંદ્રામાં 19 કાર પાર્કિંગવાળા ક્વાડ્રપ્લેક્સના માલિક પણ બની ગયા છે. આ ડીલથી તેને ન માત્ર બેન્ડસ્ટેન્ડ પરથી સમુદ્રનો નજારો જોવા મળશે પરંતુ તે શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો પાડોશી પણ બની જશે.

તમને જણાવી દઈએ કે આ ટાવર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની નજીક પણ છે.

અહેવાલો અનુસાર. દસ્તાવેજોમાં 8 જુલાઈ, 2022ના રોજ, Oh Five Oh Media Works LLP એ નિર્માણાધીન સાગર રેશમ સહકારી આવાસ 16માથી 19મા માળ સુધી ફેલાયેલા ક્વાડ્રપ્લેક્સ માટે સોદો કર્યો છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે, Enorm Nagpal Realty LLP વેચનાર છે જ્યારે Oh Five Oh Media Works LLP ખરીદનાર છે. આ દસ્તાવેજો પર પેઢી વતી જુગજીત સુંદર સિંહ ભવનાનીએ સહી કરી છે. એ પણ જણાવી દઈએકે આ સોસાયટી BJ રોડ, બેન્ડસ્ટેન્ડ બાંદ્રા પર આવેલી છે.

આટલા કરોડ ચૂકવ્યા

અહેવાલો અનુસાર, ક્વાડ્રપ્લેક્સ માટે કુલ 118.94 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટી 7.13 કરોડ ચૂકવવામાં આવી છે. આ પ્રોપર્ટીનો કાર્પેટ એરિયા 11 હજાર 266 ચોરસ ફૂટ છે. જેમાં 1,300 ચોરસ ફૂટની ટેરેસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે જો ટેરેસનો વિસ્તાર ઉમેરવામાં ન આવે તો પ્રતિ ચોરસ ફૂટનો દર 1.05 લાખ છે. જો કે આ અંગે કોઈના તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

રણવીર સિંહ (Ranveer Singh )ના વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટીની આગામી બોલિવુડ ફિલ્મ સર્કસ અને કરણ જોહરની રૉકી અને રાનીની પ્રેમ કહાનીમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ ફિલ્મ શક્તિમાન પણ જોવા મળશે.રણવીર સિંહ કરણ જોહરના ફેમસ ટોક શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે અને આલિયાએ લગ્ન પછી બદલાયેલી જિંદગી વિશે ઘણી વાતો શેર કરી હતી

Published On - 4:59 pm, Mon, 11 July 22

Next Article