કરણ દેઓલના લગ્નના ફંક્શનમાં પહોંચ્યો રણવીર સિંહ, સ્ટેજ પર અપના ટાઈમ આયેગા ગાયું ગીત, જુઓ Video

કરણ દેઓલના સંગીત ફંક્શનમાં રણવીર સિંહે (Ranveer Singh) પણ હાજરી આપી હતી. રણવીરે પણ કરણ દેઓલ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો અને સેરેમનીમાં તેની ફિલ્મ ગલી બોય - અપના ટાઈમ આયેગાનું રેપ ગીત ગાયું.

કરણ દેઓલના લગ્નના ફંક્શનમાં પહોંચ્યો રણવીર સિંહ, સ્ટેજ પર અપના ટાઈમ આયેગા ગાયું ગીત, જુઓ Video
Ranveer singh
| Edited By: | Updated on: Jun 18, 2023 | 7:47 PM

Mumbai: સની દેઓલના પુત્ર કરણ દેઓલની (Karan Deol) સંગીત સેરેમનીનું આયોજન મુંબઈની તાજ લેન્ડ એન્ડમાં કરવામાં આવ્યું હતું. કરણ દેઓલના સંગીત ફંક્શનમાં રણવીર સિંહે (Ranveer Singh) પણ હાજરી આપી હતી. રણવીરે કરણને મળતાની સાથે જ તેને ગળે લગાવી અને અભિનંદન પાઠવ્યા. રણવીરે પણ કરણ દેઓલ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો અને સેરેમનીમાં તેની ફિલ્મ ગલી બોય – અપના ટાઈમ આયેગાનું રેપ ગીત ગાયું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રણવીર સિંહે કરણ દેઓલને ઉંચકી લીધો

રણવીર સિંહે કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો અને પરફોર્મન્સ પછી તેને ખોળામાં ઊંચક્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો પર ફેન્સ રણવીર સિંહની એનર્જીના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- રણવીર એ રીતે ડાન્સ કરી રહ્યો છે કે જાણે તે પોતે લગ્ન કરી રહ્યો હોય. આના પર એક યુઝરે ફની કોમેન્ટ પણ કરી છે. યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે તમે સની પાજીને ખૂબ જ જોરથી ગળે લગાવ્યા. સની પાજીએ તમને આમ ગળે લગાડ્યા હોત તો તમે ટૂટી જતાં!

અહીં જુઓ વાયરલ વીડિયો

રણવીરે કહ્યું- તમે બધા રેકોર્ડ તોડી નાખશો પાજી

રણવીર સિંહે સ્ટાઈલિશ બ્લેક શેરવાની પહેરીને સેરેમનીમાં હાજરી આપી હતી. રણવીર સિંહ કરણ દેઓલના પિતા સની દેઓલને પણ મળ્યો હતો. રણવીરે સની દેઓલને ગળે લગાવીને કહ્યું- તમે બધા રેકોર્ડ તોડી નાખશો. સની દેઓલની અપકમિંગ ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો : મહાકાલના દર્શન કર્યા બાદ હવે કિર્તન સાંભળવા લંડન પહોંચ્યા અનુષ્કા-વિરાટ, જુઓ Viral Video

સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. ગદર 2 ના ડાયરેક્ટર અનિલ શર્મા છે. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સાથે ઉત્કર્ષ શર્મા પણ લીડ રોલમાં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો