રોહિત શેટ્ટીની ‘સર્કસ’માં જોવા મળશે રણવીર-જેકલીન, પોસ્ટર જોઈને હસવાનું નહીં રોકી શકો

Cirkus Motion Poster: રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ 'સર્કસ'નું મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરમાં રણવીર સિંહ (Ranveer Singh) અને જેકલીન ફર્નાન્ડીઝ સહિત દરેકના ચહેરાના હાવભાવ દર્શાવવામાં આવ્યા છે. જેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.

રોહિત શેટ્ટીની સર્કસમાં જોવા મળશે રણવીર-જેકલીન, પોસ્ટર જોઈને હસવાનું નહીં રોકી શકો
Circus Motion Poster
| Edited By: | Updated on: Nov 25, 2022 | 8:11 PM

Rohit Shetty Upcoming Film Circus: દર્શકો રોહિત શેટ્ટીની ફિલ્મોની રાહ જુએ છે. રોહિતની ફિલ્મોમાં એક્શનની સાથે કોમેડી અને ડ્રામા પણ જોવા મળે છે. રોહિત શેટ્ટીએ ગોલમાલ જેવી ડબલ કોમેડી ફિલ્મો કરી છે. હવે રોહિત શેટ્ટી તેની અપકમિંગ ફિલ્મ ‘સર્કસ’ સાથે ફરી એકવાર દર્શકોને હસાવવા આવી રહ્યો છે. ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. પોસ્ટરમાં રણવીરથી લઈને જેકલીન સુધીના તમામ સ્ટાર્સના ચહેરા પરના એક્સપ્રેશન્સ જોવા મળે છે. પોસ્ટર ખૂબ જ ફની અને જોવામાં સારું લાગે છે.

‘સર્કસ’નું મોશન પોસ્ટર રિલીઝ

કોમેડી ફિલ્મ ‘સર્કસ’ના મોશન પોસ્ટરમાં રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, વરુણ શર્મા, જોની લીવર, મુરલી શર્મા, સુલભા આર્યા સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ ફની અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટને રિલીઝ કરીને રોહિત શેટ્ટીથી લઈને જેકલીન સુધીના દરેકે તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેયર કર્યું છે. પોસ્ટર રીલિઝ કરતાં લખ્યું છે- ‘એક અઠવાડિયા પછી ‘સર્કસ’નું ટ્રેલર પણ રિલીઝ થશે. હમણાં માટે રોહિત શેટ્ટીના સર્કસ ફેમિલી સાથે.

ફિલ્મ અંગૂરમાંથી લેવામાં આવી છે આ વાર્તા

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સર્કસ’ની વાર્તા 1982માં સંજીવ કુમાર અને દેવેન વર્માની ફિલ્મ ‘અંગૂર’ પરથી લેવામાં આવી છે. આ ફિલ્મ શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત છે. ફિલ્મ ‘સર્કસ’માં અજય દેવગન અને દીપિકા પાદુકોણ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે.

કોમેડીથી ભરપૂર હશે આ ફિલ્મ

પોસ્ટર જોઈને અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મ સર્કસ એક ફેમિલી કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર સિંહ અને વરુણ શર્મા ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસના 2 દિવસ પહેલા એટલે કે 23 ડિસેમ્બરે રિલીઝ થશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.