દમદાર હશે રાણી મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway ,ટ્રેલર જોઈ આંખમાં આવશે આસું

Mrs Chatterjee Vs Norway Trailer: અભિનેત્રી રાણી મુખર્જી ફરી એકવાર તેની નવી ફિલ્મ સાથે તૈયાર છે. તેમની ફિલ્મ શ્રીમતી ચેટર્જી નોર્વેનું ટ્રેલર રિલીઝ થયું છે. ચાહકોને ફિલ્મનું ટ્રેલરનો ખૂબ પસંદ આવ્યું છે.

દમદાર હશે રાણી મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway ,ટ્રેલર જોઈ આંખમાં આવશે આસું
| Edited By: | Updated on: Feb 23, 2023 | 4:23 PM

બોલિવૂડ અભિનેત્રી રાણી મુખર્જી હવે પહેલા કરતા ઓછી ફિલ્મો કરે છે, પરંતુ હવે તે તેની ફિલ્મોના કન્ટેન પર વિશેષ ધ્યાન આપે છે. અભિનેત્રીની નવી ફિલ્મ શ્રીમતી ચેટર્જી નોર્વેનું ટ્રેલર રજૂ થયું છે. ફિલ્મના ટ્રેલરને જોતા, એમ કહી શકાય કે, હિન્દી ચાહકો માટે એક મહાન ફિલ્મ રિલીઝ થવાની છે. રાણી મુખર્જીએ હંમેશાં તેના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મમાં પણ, તેના જબરદસ્ત અભિનય ચાહકો જોશે. ચાહકો ટ્રેલરને પસંદ કરી રહ્યા છે અને ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.

શું છે સ્ટોરી ?

ફિલ્મના ટ્રેલરમાં, તેની સ્ટોરી લગભગ બહાર આવી છે. રાણી મુખર્જી સુખી જીવનની નવી શરૂઆત માટે તેના પતિ સાથે નોર્વે તરફ શિફટ થઈ જાય છે. તેનું બાળક પણ તેની સાથે રહે છે. પરંતુ તેની ખુશી હજી સંપૂર્ણ થતી નથી અને એક દિવસ એક વિદેશી સંસ્થા તેમના બાળકને લઈ જાય છે કે રાણી તેના બાળકને યોગ્ય રીતે ઉછેરવા માટે સક્ષમ નથી. રાણી અને તેના પતિ આ માયાજાળમાં ફસાઈ જતા જોવા મળે છે અને આ મામલો કોર્ટમાં જાય છે. હવે આ ફિલ્મના રિલીઝ થયા પછી જ  જાણી શકાશે કે, શું તેમનું બાળક તેમને મેળવી શકે છે કે નહીં.

ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે

ચાહકોને પણ રાણી મુખર્જીની આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ આવી રહ્યું છે. ચાહકો ફિલ્મ જોવાની આતુરતાથી જોઈ રહ્યા છે.એક વ્યક્તિએ ટ્રેલર પર ટિપ્પણી કરી અને કહ્યું- પ્રથમ વખત કોઈ ફિલ્મનું ટ્રેલર જોયા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા. એક વ્યક્તિએ લખ્યું- રાણીના ચાહક તરીકે, હું ઈચ્છું છું કે આ ફિલ્મ વિશ્વભરમાં જોઇ શકાય. બાંગ્લાદેશની એક વ્યક્તિએ તેના પર કોમેન્ટ કરી અને કહ્યું વિષય ઓવરઓલ પ્રેજેન્ટેશન, પરફોર્મન્સ તમામ વસ્તુઓ જોઈ મારી આંખમાં આસું આવી ગયા છે. આ સિવાય અનેક ચાહકો હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે.

ફિલ્મ વિશે વાત કરતા, આ ફિલ્મ 17 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે. તેનું નિર્દેશન આશિમા શિબ્ડ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની કાસ્ટમાં કોઈ મોટું નામ નથી. આ ફિલ્મ રાણી મુખર્જી ઉપર આ ફિલ્મ દમદાર છે.આ સિવાય, નીના ગુપ્તા, જિમ સરભ, આર્ચી લૌર અને કેરોલ ટોમ પણ આ ફિલ્મમાં જોવા મળશે.