રણબીર કપૂર કેટરિના કૈફને તાકી રહ્યો હતો, એક્ટ્રેસે તેના એક્સ બોયફ્રેન્ડને કર્યો ઈગ્નોર

|

Oct 06, 2022 | 8:17 PM

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif) અને એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં એક્ટ્રેસ તેના એક્સ બોયફ્રેન્ડને ઈગ્નોર કરતી જોવા મળી હતી.

રણબીર કપૂર કેટરિના કૈફને તાકી રહ્યો હતો, એક્ટ્રેસે તેના એક્સ બોયફ્રેન્ડને કર્યો ઈગ્નોર
Katrina Kaif And Ranbir Kapoor
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જેઓ હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમના રસ્તાઓ હવે અલગ થઈ ગયા છે. પરંતુ એક્સ કપલનું એક સાથે હોવું તે હંમેશા ચર્ચાનો વિષય બને છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif) અને એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) પણ સામસામે આવી ગયા છે. એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ કપલ અલગ થઈ ગયું હતું. બંને પોતપોતાના જીવનમાં આગળ વધ્યા છે. પરંતુ એક ઈવેન્ટ દરમિયાન એક્ટ્રેસે તેના એક્સ બોયફ્રેન્ડને ઈગ્નોર કરતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર એક ઈવેન્ટની કેટલીક તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રણબીર કપૂર અને કેટરીના કૈફ જોવા મળી રહ્યા છે. તસવીર સાથેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નવરાત્રી સેલિબ્રેશનનો છે. કલ્યાણરમન રેજિ઼ડેન્સ જે કેરળમાં છે, અહીં નવરાત્રીની પૂજા રાખવામાં આવી હતી. આ દરમિયાન આ એક્સ કપલ સિવાય એક્ટર માધવન અને નાગાર્જુન સહિત ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મા દુર્ગાની આરતી જોવા મળી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તસવીરોમાં જોઈ શકાય છે કે જ્યારે કેટરીના કૈફ આરતી લેવા આગળ વધે છે ત્યારે બાજુમાં ઉભેલા રણબીર કપૂર તેને જોઈ જ રહે છે. એક્ટર તેની એક્સ કેટરીના કૈફની સામે જ જોઈ રહે છે. તસવીર જોયા બાદ લાગે છે કે રણબીર લાંબા સમય બાદ કેટરીનાને જોઈ રહ્યો છે. એક્ટ્રેસ તેને ઈગ્નોર કરતી જોવા મળી હતી. કેટરિનાના લુકની વાત કરીએ તો તેણે પીચ કલરનો સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર બ્લેક કલરનો કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે બંને રિલેશનશિપમાં હતા. બંને લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા. પરંતુ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. કારણ કે ત્યાં સુધીમાં એક્ટરનું દિલ આલિયા ભટ્ટ પર આવી ગયું હતું. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં રણબીરનું તેની એક્સ સામે આ રીતે જોવું, આ સમાચાર આલિયાને નિરાશ કરી શકે છે. હાલમાં કેટરિના કૈફ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેમાં ખૂબ જ ખુશ છે.

Next Article