આલિયા અને પુત્રી રાહા પર રણબીરે લાઈવ કોન્સર્ટમાં વરસાવ્યો પ્રેમ, જુઓ Video

વેલેન્ટાઈન ડે પર પત્ની આલિયાથી દૂર રણબીરે (Ranbir Kapoor) કંઈક અલગ સ્ટાઈલમાં વિશ કર્યું કે ફેન્સ ખુશીથી બૂમો પાડવા લાગ્યા. રણબીરે લાઈવ કોન્સર્ટમાં તેના બે લેડી લવ આલિયા અને પુત્રી રાહાને વેલેન્ટાઈન ડે પર શુભેચ્છા પાઠવી હતી.

આલિયા અને પુત્રી રાહા પર રણબીરે લાઈવ કોન્સર્ટમાં વરસાવ્યો પ્રેમ, જુઓ Video
Alia Bhatt - Ranbir Kapoor
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:59 PM

Ranbir Kapoor Wished Valentine To Alia: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવસ્ટોરી ખૂબ જ સુંદર છે. સુપર ટેલેન્ટેડ રણબીર તેના લેડી લવને યાદ કરવાનો મોકો ક્યારેય છોડતો નથી. હવે વેલેન્ટાઈન ડે પર જ્યારે રણબીર આલિયાથી દૂર હતો, ત્યારે રણવીરે તેની પત્ની આલિયા અને પુત્રી રાહાને ખૂબ જ ખાસ રીતે વિશ કર્યું હતું.

રણબીર આલિયા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ મોકો છોડતો નથી. દિલ્હીમાં લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે રણબીરે આલિયા અને રાહા કપૂરને ખાસ સ્ટાઈલમાં વેલેન્ટાઈન વિશ કર્યું. રણબીરની આ સ્ટાઈલે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

રણબીરે આલિયા અને પુત્રી રાહા પર વરસાવ્યો પ્રેમ

રણબીર કપૂર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં બિઝી છે. વેલેન્ટાઈન ડેના અવસર પર રણબીરે ગુડગાંવમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેને સ્ટેજ પર જ લાઈવ કોન્સર્ટમાં પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહાને વેલેન્ટાઈનની વિશ આપી હતી.

રણબીરે કહ્યું કે તે આલિયા અને રાહાને મિસ કરી રહ્યો છે. રણબીર કપૂરે આગળ કહ્યું કે, ‘તમારા બધાને હેપ્પી વેલેન્ટાઈન ડે. સૌ પહેલા હું મારી પત્ની આલિયા અને મારી સુંદર પુત્રી રાહાને હેપ્પી વેલેન્ટાઈન વિશ કરવા માંગું છું. આઈ લવ યૂ ગર્લ્સ એન્ડ આઈ મિસ યૂ.’ રણબીરની આ રીતે પ્રેમની કરવાની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Hardik-Natasa Wedding : નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ડાન્સ સાથે કરી ગ્રાન્ડ એન્ટ્રી, જુઓ Viral Video

રણબીર કપૂર તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં છે બિઝી

તમને જણાવી દઈએ કે આ વર્ષે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર રિલીઝ થવા જઈ રહી છે. રણબીર પહેલીવાર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેયર કરવા જઈ રહ્યો છે. ફિલ્મમાં બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મને લવ રંજને ડાયરેક્ટ કરી છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર અને 2 સુંદર ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે.