Brahmastra’ Trailer : ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયુ, દર્શકોને પસંદ આવી રણબીર -આલિયાની કેમેસ્ટ્રી

Ranbir Kapoor Brahmastra Movie Trailer: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ બહ્મસ્ત્રની ચાહકો ધણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે બહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયું છે

Brahmastra’ Trailer : ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયુ, દર્શકોને પસંદ આવી રણબીર -આલિયાની કેમેસ્ટ્રી
Brahmastra
Image Credit source: youtube
| Edited By: | Updated on: Jun 15, 2022 | 12:03 PM

Brahmastra Official Trailer Launch in Gujarati : બોલિવુડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને તેની પત્ની આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું ટ્રેલર રિલીઝ થયું છે, આ ફિલ્મ રણબીર અને આલિયા(Alia Bhatt) ની પહેલી ફિલ્મ છે જેમાં બંન્ને સાથે જોવા મળશે. ફેન્સ ટ્રેલરનો પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા,તો ચાલો જોઈએ કે, આ ફિલ્મની સ્ટોરી અને ટ્રેલરમાં શું ખાસ છે

ટ્રેલરમાં ભગવાનના શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ફિલ્મમાં શસ્ત્રો એટલે કે, બ્રહ્માસ્ત્રની શક્તિઓની વાત કરવામાં આવી છે, ફિલ્મને જોનારા દર્શકોને બ્રહ્માસ્ત્રની શક્તિઓનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહે છે. આ ધમાકાર ટ્રેલરને જોઈ અંદાજો લગાવવામાં આવે છે કે, રણબીર અને આલિયા ભટ્ટે આ ફિલ્મમાં ખુબ મહેનત કરી છે.

 

યુવાનના રોલમાં રણબીર કપૂર

ટ્રેલરમાં રણબીર કપુર શિવા નામના એક યુવાનની ભુમિકામાં છે.જે ‘બ્રહ્માસ્ત્ર’ની શક્તિઓથી અજાણ છે.

 

દર્શકોને પસંદ આવી રણબીર -આલિયાની કેમેસ્ટ્રી

ટ્રેલરમાં રણબીર અને આલિયાની જબરદસ્ત કેમેસ્ટ્રી દેખાડવામાં આવી છે. જે દર્શકોનું ખુબ મનોરંજન કરનાર છે, આલિયાને પહેલી વાર જોતા જ રણબીર તેના પ્રેમમાં પડી જાય છે. અચાનક આલિયાને રણબીરની શક્તિઓની જાણ થાય છે, અભિનેતા આલિયાને જણાવે છે કે, તેનો આગ સાથે ખાસ સંબંધ છે.

અમિતાભ બચ્ચન છે શિવના ગુરુ

અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમની હાજરી રણબીર અને આલિયાના આ ટ્રેલરને વધુ ખાસ બનાવે છે. તે શિવના ગુરુની ભૂમિકા ભજવી રહ્યો છે. સારા અને ખરાબની લડાઈમાં શિવ અને તેના માર્ગદર્શક સારા લોકોની ટીમનો એક ભાગ છે, જ્યારે નાગીન એકટ્રેસ મૌની રોય ખરાબ લોકોમાં સામેલ છે. મૌનીનું આ પાત્ર નાગિન સિરિયલની યાદ અપાવે છે, પરંતુ બ્રહ્માસ્ત્રમાં તે વધુ સારી દેખાય છે અને અહીં તેનું પાત્ર વધુ ડરાવે તેવું હશે.

શાહરૂખ ભજવશે વૈજ્ઞાનિકની ભૂમિકા

શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેની ભૂમિકા ફિલ્મની વાર્તાના ગ્રાફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ભૂમિકા ઓછામાં ઓછી 15-20 મિનિટની છે. સુપરસ્ટારે થોડા મહિનાઓ પહેલા તેના ભાગનું શૂટિંગ પૂરૂ કર્યું છે અને તે ફિલ્મની રિલીઝની સંપૂર્ણ રાહ જોઈ રહ્યો છે.