ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી બ્લોકબસ્ટર, ફિલ્મ ‘Ramayana’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ની મુંબઈમાં યોજાયેલી સ્ક્રીનિંગ પછી પહેલો રિવ્યુ સામે આવી ગયો છે. ભગવાન રામના રોલમાં રણબીર કપૂર, રાવણના રોલમાં યશ અને માતા સીતા તરીકે સાઈ પલ્લવીનો જાદુ સ્ક્રીન પર કેવો ચાલી રહ્યો છે, તેનો ખુલાસો થઈ ગયો છે.

ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી બ્લોકબસ્ટર, ફિલ્મ Ramayana નો પહેલો રિવ્યુ આવ્યો સામે
| Updated on: Nov 04, 2026 | 5:59 PM

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલાં જ સતત ચર્ચામાં બની રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને હવે મુંબઈમાં થયેલી તેની સ્ક્રીનિંગ પછી પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી ગઈ છે.

એવામાં ફેમસ કન્ટેન્ટ ક્રિએટર આશિષ ચંચલાનીએ ફિલ્મ જોયા પછી તેના ખૂબ વખાણ કર્યા છે. તેણે ફિલ્મના શાનદાર વિઝ્યુઅલ્સ, દમદાર એક્શન સિક્વેન્સ અને કલાકારોની પર્ફોર્મન્સને ભારતીય સિનેમા માટે ખાસ ગણાવી છે.

આશિષે ફિલ્મને ઐતિહાસિક બ્લોબસ્ટર પણ ગણાવી છે. રણબીર કપૂર અને યશ સ્ટારર Ramayana ફિલ્મને લઈને તેનો રિવ્યુ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા તેજ થઈ ગઈ છે.

આશિષ ચંચલાનીએ નિતેશ તિવારીના વખાણ કર્યા

આશિષ ચંચલાનીએ પોતાના એક્સ અકાઉન્ટ પર ફિલ્મનું રિવ્યુ શેર કરતા તેને ખૂબ જ ભવ્ય અને શાનદાર સિનેમેટિક અનુભવ ગણાવ્યો. તેણે લખ્યું કે, ‘રામાયણ’માં ભારતીય સિનેમાના અત્યાર સુધીના કેટલાક શ્રેષ્ઠ એક્શન સિક્વેન્સ જોવા મળશે. જો કે, તેના મતે ફિલ્મની સૌથી મોટી તાકાત તેના વિઝ્યુઅલ્સ કે એક્શન જ નહીં પરંતુ દિગ્દર્શક નિતેશ તિવારીનું ડાયરેક્શન છે.


આશિષે નિતેશ તિવારીની પ્રશંસા કરતા કહ્યું કે, આખી ફિલ્મ તેમની પકડ અને સમજને બતાવે છે. તેમણે લખ્યું કે, આ સંપૂર્ણપણે નિતેશ તિવારીની ફિલ્મ છે અને તેમણે તેને શાનદાર નિયંત્રણ સાથે આગળ વધારી છે. કન્ટેન્ટ ક્રિએટરના મતે, ફિલ્મનું ડાયરેક્શન વાર્તાને ભવ્યતા સાથે રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના આ રિવ્યુથી સ્પષ્ટ છે કે, તે ફિલ્મના ટેકનિકલ અને ક્રિએટિવ પક્ષથી ખૂબ જ પ્રભાવિત થયો છે.

રણબીર, સાઈ પલ્લવી અને યશની એક્ટિંગે જીત્યું દિલ

ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને પણ આશિષ ચંચલાનીએ ખાસ પ્રતિક્રિયા આપી. તેણે રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની પર્ફોર્મન્સના વખાણ કર્યા. ફિલ્મમાં રણબીર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના રોલમાં નજર આવશે. આ ત્રણેય કલાકારોની પસંદગી અને તેમના અભિનયને લઈને પહેલાંથી જ દર્શકોમાં ઘણી ઉત્સુકતા બનેલી છે.

આશિષે ખાસ કરીને રવિ દુબેનો ઉલ્લેખ કર્યો, જે ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રવિ દુબેએ પોતાના રોલમાં શાનદાર કામ કર્યું છે. એટલું જ નહીં, આશિષને ફિલ્મમાં તેમના કેટલાક હળવા-ફુલકા અને મજેદાર દ્રશ્યો પણ ગમ્યા. તેમના મતે, ફિલ્મમાં એવી ઘણી ક્ષણો છે, જે વાર્તાની ગંભીરતા વચ્ચે દર્શકોને હસવાની તક આપશે.

કેટલીક ટેકનિકલ ખામીઓનો પણ કર્યો ‘ઉલ્લેખ’

આશિષ ચંચલાનીએ ફિલ્મના વખાણની સાથે તેની કેટલીક નાની ટેકનિકલ ખામીઓ તરફ પણ ઈશારો કર્યો. તેમણે જણાવ્યું કે, રાતના કેટલાક દ્રશ્યોમાં કલાકારોની ઉંમર ઓછી બતાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડી-એજિંગ ઇફેક્ટ થોડા અટપટા લાગે છે.

તેનું માનવું છે કે, ફિલ્મની એડિટિંગ ચુસ્ત છે. તેથી, આ ખામીઓ વધારે સમય સુધી દર્શકોનું ધ્યાન ખેંચતી નથી. તેણે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરતી કંપની ડીએનઈજી અને નિર્માતા નમિત મલ્હોત્રાના પ્રયાસોની પણ પ્રશંસા કરી. આશિષના મતે, ફિલ્મ માટે લેવાયેલા ટેકનિકલ જોખમ સફળ સાબિત થયા છે અને દરેક પછીનો એક્શન સિક્વેન્સ પાછલા કરતા વધારે પ્રભાવશાળી નજર આવે છે.

થિયેટરમાં ફિલ્મ જોવાની અપીલ

પોતાના રિવ્યુના અંતમાં આશિષ ચંચલાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવશે. તેણે દર્શકોને આ ફિલ્મને સિનેમાઘરોમાં જોવાની અપીલ પણ કરી.

જો કે, આ એક શરૂઆતની સ્ક્રીનિંગ પછી સામે આવેલી તેની અંગત પ્રતિક્રિયા છે. હવે દર્શકોને ફિલ્મની રિલીઝ અને બાકીના રિવ્યૂઝની રાહ છે.

રણબીરની 3 વર્ષની દીકરી રાહાએ ‘રામાયણ’ થી બોલિવૂડમાં કર્યું ડેબ્યુ, રામ, સીતા અને લક્ષ્મણ સાથે શૂટિંગ કર્યુ જુઓ ફોટો

Follow Us
Loading...
Unable to load recommendations.