રામ ચરણ (Ram Charan) અને ઉપાસના કામિનેનીએ પુત્રીને નામ આપ્યું છે. શુક્રવારે નામકરણ સેરેમની બાદ તેણે પોસ્ટ શેર કરીને નામ પણ જાહેર કર્યું છે. હવે રામ ચરણ તેની નાની પરીને ‘ક્લિન કારા કોનિડેલા’ કહીને બોલાવશે. એક પોસ્ટ શેર કરીને તેણે પુત્રીનું નામ અને તેનો અર્થ જાહેર કર્યો છે. નામ ખૂબ જ સુંદર છે, તમને જણાવી દઈએ કે આ નામનો અર્થ શું છે.
રામ ચરણના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ નામ લલિતા સહસ્ત્રનમ પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ઊર્જાથી ભરપૂર એટલે કે ઊર્જાનું પ્રતીક. જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે.
(VC: Ramcharan Instagram)
નામ જાહેર થતાંની સાથે જ સેલેબ્સ અને ફેન્સ સુપરસ્ટાર કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બધાએ નામના વખાણ કર્યા. નામકરણની તસવીરોમાં આખો પરિવાર એક સાથે જોવા મળે છે.
The Prep is On for #MegaPrincess Naming Ceremony Today ❤️@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/wv3hanbtcW
— Trends RamCharan™ (@TweetRamCharan) June 30, 2023
(VC: Twitter)
રામ ચરણની પુત્રી ક્લીનને એક ખાસ ભેટ મળી છે અને તે છે સોનાનું પારણું. ભેટ આપનાર બીજું કોઈ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી છે. રિપોર્ટ્સનું માનીએ તો અંબાણી પરિવાર દ્વારા રામ ચરણની પુત્રી માટે સોનાથી બનેલું પારણું મોકલવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 1 કરોડ હોવાનું કહેવાય છે. જો કે તે સાચું છે કે ખોટું, તે અત્યારે જાણી શકાયું નથી કારણ કે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : ભીડમાં અચાનક ગુસ્સે થઈ ગયો અનિલ કપૂર, લોકોએ કહેવું પડ્યું સોરી!, જુઓ Video
રામ ચરણ માટે છેલ્લું એક વર્ષ સૌથી ખાસ રહ્યું છે. તેની ફિલ્મ આરઆરઆર 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેમસ બનાવ્યો અને તે થોડા જ સમયમાં ગ્લોબલ સ્ટાર બની ગયા. આ પછી નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર મેળવવો એ એક મોટી ઉપલબ્ધિ હતી.