Rocketry: The Nambi Effect OTT : સિનેમાધરોમાં ધમાલ મચાવ્યા બાદ Rocketry: The Nambi Effect હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 26 જુલાઈના રોજ એમેઝોન પ્રાઈઝ વીડિયોમાં રિલીઝ થશે, ફિલ્મ 1 જુલાઈના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ફિલ્મનું ડાયરેક્શન આર માધવન (R Madhvan) કર્યું છે. આ સિવાય તેમણે ફિલ્મને પ્રોડ્યુસ કરી અને લીડ રોલ પણ નિભાવ્યો છે. તેના આ ફિલ્મના ખુબ વખાણ થઈ રહ્યા છે, હવે આ ફિલ્મને એ લોકો પણ જોઈ શકશે જે મોટા પડદા પર જોઈ શક્યા નથી. એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) પર ફિલ્મ હજુ તમિલ , તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી અને અંગ્રેજીમાં ક્યારે આવશે તે અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી.
ફિલ્મ ઓટીટી રિલીઝની જાહેરાત પહેલા આર માધવને 20 જુલાઈના રોજ ફિલ્મની સફળતાનો જશ્ન મનાવતા ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. તેમણે નાંબી નારાયણ અને તેના પરિવારની સાથે ફિલ્મનો જશ્ન મનાવ્યો હતો. તેમણે લખ્યું કે,જ્યારે સફળતા ખુશીમાં બદલે છે ત્યારે આખો પરિવાર એક સાથે જશ્ન મનાવે છે, આ ફોટો નો અર્થ એ લોકો જ સમજી શકશે જે નાંબી સરના પરિવારને જાણે છે, તેઓ જાણે છે કે, નાંબી સરનો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી પસાર થયો છે, મારા માટે ઈશ્વરનની કૃપાથી મિશન પુરું થયું છે
When the Success translates to Happiness and the whole family celebrates together.The true meaning of this photo will only be realized by those who know Nambi sirs family and what they went thru.For me – Mission accomplished with gods grace 🚀🚀❤️❤️🙏🙏 @NambiNOfficial pic.twitter.com/FYYXe4W8Uj
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 20, 2022
રોકેટ્રી નાંબી નારાયણની સ્ટોરી છે. તેના પર જાસુસીનો ખોટો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ તમામ આરોપોમાંથી બહાર નીકળતા 20 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. ફિલ્મમાં સુપર સ્ટાર શાહરુખ ખાન અને સૂર્યા પણ જોવા મળ્યા હતા.
hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD
— amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022
બોલીવુડ કલાકાર અનુપમ ખેરે પણ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે, તેમણે કહ્યું કે, ફિલ્મ જોઈ હું ખુબ રોયો, દુખી પણ હતો અને ગર્વ પણ મહેસુસ કરી રહ્યો હતો. માધવને ખુબ સુંદર ફિલ્મ બનાવી છે, તમે લોકો પણ ફિલ્મ જુઓ, આ ફિલ્મ મને પ્રેરિત કરી શકે છે તો આ ફિલ્મ આજની જનરેશનને પણ જરુર પ્રેરિત કરશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે, કુંદ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, વાસ્તવિક જીવનમાં નાંબી સરને મળી સન્માનિત અનુભવી રહી છું, થેક્યુ આર માધવન આ સ્ટોરી બનાવવા માટે, નિર્દેશિત કરવા અને તેને રજુ કરવા માટે, તમને ખુબ ખુબ અભિનંદન