બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ પર આર માધવને કહ્યું- દક્ષિણ ભારતીય ફિલ્મો…..

|

Aug 17, 2022 | 9:34 PM

આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થયા પછી આર માધવને (R Madhavan) સાઉથ Vs બોલીવુડ અને બોયકોટ બોલીવુડ ટ્રેન્ડ પર તેની ફિલ્મના ટીઝર લોન્ચ દરમિયાન પર વાત કરી.

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ પર આર માધવને કહ્યું- દક્ષિણ ભારતીય ફિલ્મો.....
R Madhavan

Follow us on

આર માધવન (R Madhavan) ટૂંક સમયમાં એક નવી ફિલ્મમાં જોવા મળવાનો છે. આજે તેની ફિલ્મ “ધોખા: રાઉન્ડ ધ કોર્નર” નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આર માધવન સાથે અપારશક્તિ ખુરાના અને દર્શન કુમાર જેવા ટેલેન્ટેડ એક્ટર્સ જોવા મળશે. તેમની નવી ફિલ્મ “ધોખા: રાઉન્ડ ધ કોર્નર”ની પ્રેસ કોન્ફરન્સમાં આર માધવનને બોલિવૂડ બોયકોટ કરવાના ટ્રેન્ડને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. માધવને તેમને પૂછવામાં આવેલા સવાલો પર પણ ખુલીને વાત કરી હતી. હાલમાં જ રોકેટ્રી (Rocketry The Nambi Effect) જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આર માધવને કહ્યું કે મને લાગે છે કે જો સારી ફિલ્મ આવશે અને લોકોને ગમશે તો લોકો ચોક્કસપણે થિયેટરમાં આવશે.

જાણો બોયકોટ પર શું બોલ્યા આર માધવન

હાલમાં જ રોકેટ્રી જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આર માધવને કહ્યું કે મને લાગે છે કે જો સારી ફિલ્મ આવશે અને લોકોને ગમશે તો લોકો ચોક્કસપણે થિયેટરમાં આવશે. જ્યાં સુધી સાઉથ ઈન્ડિયન ફિલ્મોની વાત છે, હું તમને સ્પષ્ટપણે જણાવું કે બાહુબલી, બાહુબલી 2, કેજીએફ વન અને કેજીએફ 2, પુષ્પા, આરઆરઆર એવી ફિલ્મો છે જેણે હિન્દી ફિલ્મોના એક્ટર કરતાં વધુ કમાણી કરી છે. તે માત્ર 6 ફિલ્મો છે. આને પેટર્ન ન કહી શકાય.

રિમેક ફિલ્મોમાં કામ કરવું નથી પસંદ

આ દરમિયાન આર માધવને ફિલ્મોની રિમેક વિશે પણ વાત કરી હતી. આર માધવને કહ્યું કે હું મારી ફિલ્મોની રિમેક બનાવતો નથી. મને તમિલમાં 3 ઈડિયટ્સની રિમેક કરવાનું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તે મારા માટે મુશ્કેલ બની જાય છે.એક્ટર તરીકે જ્યારે હું પહેલા સીનની વાત કરું તો તે પોતાના માટે જ મુશ્કેલ છે. તમારા કેરેક્ટર માટે અને તેને ફરી એકવાર રિક્રિએટ કરવું મુશ્કેલ બની જાય છે. તેથી મને નથી લાગતું કે હું કોઈની ફિલ્મ કે મારી પોતાની કોઈ ફિલ્મની રિમેક કરવા ઈચ્છું. કારણ કે સરખામણીઓ થવા લાગે છે અને મજા બગડી જાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોરોના પછી થિયેટર પર નથી આવી રહી ઓડિયન્સ

કોરોના પછી ઓડિયન્સને થિયેટર સુધી લાવવું એક ચેલેન્જ બની ગયું છે. રોકેટ્રી સ્ટારે આ વિશે વાત કરતાં કહ્યું કે આજે દરેક વ્યક્તિ આ વિશે કન્ફ્યુઝ છે. કારણ કે હવે કન્ટેન્ટ લોકોને ઘરે બેસીને મળવા લાગ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઘરેથી થિયેટર સુધી લાવવું એ એક મોટું ચેલેન્જ બની ગયું છે. અમને પણ આશા છે કે લોકોને આ ફિલ્મ ગમશે.

Next Article