લાઈવ શો દરમિયાન સ્ટેજ પર પડ્યો હતો નિક જોનસ, પડ્યા પછી આવી હતું રિએક્શન, જુઓ Video

|

Aug 16, 2023 | 7:51 PM

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના (Priyanka Chopra) પતિ નિક જોનસના (Nick Jonas) લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોનસ બ્રધર્સના એક શોમાં લાખોની ભીડ જોવા મળે છે, પરંતુ આ દરમિયાન લાઈવ શોનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને ફેન્સ પણ હેરાન છે.

લાઈવ શો દરમિયાન સ્ટેજ પર પડ્યો હતો નિક જોનસ, પડ્યા પછી આવી હતું રિએક્શન, જુઓ Video
Nick Jonas
Image Credit source: Social Media

Follow us on

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની (Priyanka Chopra) સ્ટાઈલ, અંદાજ અને એક્ટિંગના દરેક લોકો દિવાના છે. ફિલ્મની રિલીઝ હોય કે પરિવાર સાથે વેકેશન… દેશી ગર્લના લાઈફના અપડેટ્સ જાણવા ફેન્સ આતુર છે. પ્રિયંકા ચોપરાની જેમ, પતિ નિક જોનસની (Nick Jonas) મ્યૂઝિક કોન્સર્ટનો ક્રેઝ લોકોમાં જોવા મળે છે. પરંતુ અમેરિકન સિંગર નિક જોનસના લાઈવ કોન્સર્ટ દરમિયાન કંઈક એવું બન્યું, જેને જોઈને ફેન્સ પણ ગભરાઈ ગયા. વીડીયો જોયા બાદ કોમેન્ટ કરતી વખતે તેના ફેન્સ નિક જોનસને તેની તબિયત વિશે પૂછી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર નિક જોનસના લાઈવ શોનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ તેના ફેન્સને ખૂબ જ પરેશાન કર્યા છે. 15 ઓગસ્ટના રોજ, નિક જોનસ ટીડી ગાર્ડનમાં લાઈવ પરફોર્મ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક નિક જોનસ સાથે અકસ્માત થયો.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

અમેરિકન સિંગર નિક જોનસ સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો હતો, પરંતુ કોન્સર્ટ દરમિયાન નિક ગાતા ગાતા એટલો ખોવાઈ ગયો કે તે જોયા વગર સ્ટેજ પરથી નીચે ઉતરી ગયો. આ દરમિયાન નિક જોનસ ખરાબ રીતે પડી ગયો હતો. પરંતુ તે સ્ટેજ પર પડતાની સાથે જ નિક જોનસની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(VC: jonasdailynews instagram)

લાઈવ પર્ફોમન્સમાં સ્ટેજ પરથી પડ્યો નિક

પડ્યાં પછી તરત જ નિક જોનસ પોતાની જાતને શાંતિથી સંભાળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન નિક ઊભો થયો અને સ્ટેજ પર પાછો ગયો અને પોતાનું પર્ફોમન્સ ચાલુ રાખ્યું. આ અકસ્માતમાં એક્ટરને કોઈ પ્રકારની ઈજા થઈ છે કે નહીં તે વિશે કોઈ માહિતી નથી. એક્ટરની હાલત જાણવા માટે ફેન્સ વાયરલ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

જ્યાં એક તરફ નિક જોનસના વાયરલ વીડિયોને લઈને ફેન્સ ખૂબ જ હેરાન છે. તો બીજી તરફ કેટલાક યુઝર્સે નિક જોનસના ખૂબ વખાણ પણ કર્યા છે. કોમેન્ટ કરતી વખતે, લોકોએ લખ્યું કે, ‘પડ્યા હોવા છતાં, તેને પાછા ગયા પછી જે પર્ફોમન્સ આપ્યું તે પ્રશંસનીય છે’.

આ પણ વાંચો: દેશભક્તિ એ જુસ્સો છે, રાષ્ટ્રવાદ એ કરાર છે, સ્વતંત્રતા દિવસ પર નકુલ મહેતાની કવિતા વાયરલ, જુઓ Video

વાઈફ પ્રિયંકા તરફથી ન આવી કોઈ પ્રતિક્રિયા

નિક જોનસના પડી જવાના વીડિયો પર પત્ની પ્રિયંકા ચોપરાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પ્રિયંકા પણ તેની પુત્રી માલતી સાથે નિકની કોન્સર્ટ જોવા પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસની આંખોમાંથી આંસુ પણ છલકાયા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article