પ્રિયંકા ચોપરાએ દીકરી માલતીને કરાવ્યા બાપ્પાના દર્શન, જુઓ સિદ્ધિવિનાયક મંદિરની તસવીરો

Priyanka Chopra Daughter Malti : પ્રિયંકા ચોપરાએ પુત્રી માલતી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને બાપ્પાના દર્શન કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા દ્વારા તસવીરો શેર કરી છે.

પ્રિયંકા ચોપરાએ દીકરી માલતીને કરાવ્યા બાપ્પાના દર્શન, જુઓ સિદ્ધિવિનાયક મંદિરની તસવીરો
| Edited By: | Updated on: Apr 07, 2023 | 9:31 AM

Priyanka Chopra Daughter Malti : જ્યારથી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અમેરિકાથી ભારત આવી છે ત્યારથી તે સતત સમાચારોમાં રહે છે. મુંબઈમાં પગ મૂકતાંની સાથે જ એરપોર્ટ પરથી ત્રણેયની તસવીરોએ ચર્ચા જગાવી હતી, ત્યારબાદ પ્રિયંકાએ નિક સાથે મુકેશ અને નીતા અંબાણીની ઈવેન્ટમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો : રેખાથી લઈને વરુણ ધવન સુધીના આ સ્ટાર્સે પ્રિયંકા ચોપરાની સિરિઝ ‘Citadel’ના પ્રીમિયરમાં આપી હાજરી-જુઓ Video

બીજી તરફ પ્રિયંકા પુત્રી માલતી સાથે બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, આ મુંબઈનું ખૂબ જ લોકપ્રિય મંદિર છે, જ્યાં એક યા બીજા સ્ટાર અવાર-નવાર હાજરી આપે છે. બીજી તરફ પ્રિયંકાએ પણ દીકરી સાથે જઈને બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

પ્રિયંકાએ તસવીરો શેર કરી છે

પ્રિયંકા ગુરુવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. તે જ સમયે, તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે દર્શન દરમિયાનની તસવીરો શેર કરી છે. સામે આવેલા ફોટામાં પ્રિયંકા બાપ્પાના દર્શન કરવા માલતીને ખોળામાં લઈને જોવા મળી રહી છે. તસવીરો પોસ્ટ કરતાં તેણે લખ્યું, “એમએમ (માલતી મેરી)ની ભારતની પ્રથમ સફર શ્રી સિદ્ધિવિનાયકના આશીર્વાદથી પૂર્ણ થવાની હતી.”

પ્રિયંકાની પોસ્ટ પર ફેન્સની પ્રતિક્રિયા

પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ફોટાને લાઈક કરવાની સાથે લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ભારતનું ગૌરવ.” અન્ય યુઝરે કોમેન્ટ્સ કરી, “ખૂબ આશીર્વાદ.” જ્યારે બીજાએ લખ્યું, “નઝર ના લગે.”

જો કે પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહે છે. વર્ષ 2018માં તેણે નિક જોનાસ સાથે લગ્ન કર્યા. તે જ સમયે ગયા વર્ષે જાન્યુઆરીમાં બંને માતા-પિતા બન્યા. તમને જણાવી દઈએ કે, માલતીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. જન્મથી જ તમામ ચાહકો માલતીની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે જ્યારે પ્રિયંકા ભારત આવી ત્યારે તેની દીકરીનો ચહેરો સામે આવ્યો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:28 am, Fri, 7 April 23