Parineeti Raghav Engagement: બહેનની સગાઈમાં ધૂમ મચાવવા દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપરા, રાઘવ ચઢ્ઢાના દિલ્હીના ઘરે રંગોળી જોવા મળી

|

May 13, 2023 | 2:28 PM

Priyanka And Parineeti Raghav Engagement: અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની પિતરાઈ બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં રંગ જમાવવા અમેરિકાથી દિલ્હી પહોંચી છે. આજે સાંજે પરિણીતી-રાઘવની સગાઈ છે, જેમાં બોલિવૂડ અને રાજકારણની અનેક હસ્તીઓ સામેલ થશે.

Parineeti Raghav Engagement: બહેનની સગાઈમાં ધૂમ મચાવવા દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપરા, રાઘવ ચઢ્ઢાના દિલ્હીના ઘરે રંગોળી જોવા મળી

Follow us on

ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra)અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા  (Raghav Chadha)આજે દિલ્હીમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. આ માટે દિલ્હીમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સગાઈ દિલ્હીના કનોટ પ્લેસ પાસેના કપૂરથલા હાઉસમાં થવાની છે. પરિણીતી ચોપરા (Parineeti Raghav )ની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા સગાઈમાં હાજરી આપવા લંડનથી દિલ્હી પહોંચી ગઈ છે.

 

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

 

પ્રિયંકા ચોપરા શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પાપારાઝી કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન તે એકલી જોવા મળી હતી. એટલે કે પ્રિયંકાના પતિ નિક જોનાસ અને તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ પરિણીતી અને રાઘવની સગાઈમાં હાજરી આપશે નહીં. આ પહેલા કેટલાક રિપોર્ટ્સમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી.

 

 

આ પણ વાંચો : Parineeti Chopra અને Raghav Chaddhaની લવ સ્ટોરી, જાણો ક્યાં મળ્યા અને કેવી રીતે થયો પ્રેમ

રાઘવ ચઢ્ઢાના દિલ્હીના ઘરે રંગોળી જોવા મળી

શુક્રવારે સાંજે ચઢ્ઢાના દિલ્હીના ઘરની બહારના દ્રશ્યોએ પ્રવેશદ્વારને દીવાઓ અને ફૂલોની રંગોળીઓથી શણગારેલું જોવા મળ્યું હતું. અભિનેતા-રાજકારણી દંપતીની સગાઈની તૈયારી શાનદાર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Raghav Parineeti Engagement: રાઘવ-પરિણીતીએ સગાઈ માટે નક્કી કરી પેસ્ટલ કલર્સ આધારિત ખાસ થીમ

નેતાઓના લિસ્ટમાં આ લોકો સામેલ

રાધવ ચઢ્ઢા તરફથી મહેમાનોનું ખાસ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વીઆઈપી ગેસ્ટ લિસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક મોટા નેતાઓ સામેલ થશે. સગાઈના કાર્યક્રમને પ્રાઈવેટ રાખવામાં આવ્યો છે. જેમાં પરિવારના નજીકના લોકો જ સામેલ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

 

Next Article