કોન્સર્ટ બાદ એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા પ્રિયંકા-નિક, કપલને જોઈને ફેન્સ થયા ક્રેઝી, જુઓ Viral Video

Priyanka Chopra And Nick Jonas: નિક જોનાસના કોન્સર્ટ પછી તે અને પ્રિયંકા ચોપરા એકસાથે જોવા મળ્યા હતા. આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. બંનેને એકસાથે જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

કોન્સર્ટ બાદ એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા પ્રિયંકા-નિક, કપલને જોઈને ફેન્સ થયા ક્રેઝી, જુઓ Viral Video
Priyanka Chopra And Nick Jonas
| Edited By: | Updated on: Mar 18, 2023 | 7:34 PM

Priyanka Chopra And Nick Jonas: પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બોલિવુડ અને હોલીવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોસ્ટલવ્ડ કપલ છે. વર્ષ 2018માં લગ્ન કર્યા પછી બંને ઘણીવાર સુંદર ફોટો અને વેકેશનને લઈને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. આ સાથે જ ફેન્સને બંનેની કેમેસ્ટ્રી પણ પસંદ છે.

પ્રિયંકા ચોપરા તેના પતિ માટે સૌથી મોટી ચીયરલીડર છે. પ્રિયંકા ચોપરા નિકના કોન્સર્ટમાં સામેલ થઈને ઓડિયન્સ સાથે તેને ચીયર કરતી જોવા મળી છે. હાલમાં તે ફરી એકવાર જોનાસ બ્રધર્સના લાઈવ પરફોર્મન્સને એન્જોય કરતી જોવા મળી હતી, જેની એક નાની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ફેન્સ સાથે શેયર કરી હતી.

સાથે જોવા મળ્યા પ્રિયંકા ચોપરા-નિક જોનસ

કોન્સર્ટ પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનસ એકસાથે જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં બંને એકબીજાના હાથ પકડીને ચાલતા જોવા મળે છે. બંનેને એકસાથે જોઈને ત્યાં હાજર ફેન્સ ક્રેઝી થઈ ગયા અને જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. ફેન્સ પોતાના મોબાઈલ ફોનમાં કપલની તસવીર કેપ્ચર કરતા જોવા મળે છે.

જો લુકની વાત કરીએ તો નિક જોનસ ફુલ રેડ લુકમાં જોવા મળી રહ્યો છે. નિકે રેડ પેન્ટ સાથે મેચિંગ કલરનું બ્લેઝર પહેર્યું છે. જ્યારે પ્રિયંકા બ્લેક પેન્ટ સાથે બ્લેક બ્લેઝર અને કલર્ડ શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. બંને પોતપોતાના લુકમાં જોરદાર લાગી રહ્યા છે.

આ પણ વાંચો : RRR : રાજામૌલીએ ઓસ્કારમાં હાજરી આપવા માટે ચૂકવી મોટી કિંમત, ખરીદી આટલા રૂપિયાની ટિકિટ

આ ફિલ્મોમાં જોવા મળશે પ્રિયંકા

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ લવ અગેનનું ટ્રેલર સામે આવ્યું છે. આ ફિલ્મમાં તે એક્ટર સેમ હ્યુઘનની અપોઝિટ જોવા મળશે. આ સિવાય તે તેની અપકમિંગ વેબ સીરિઝ સિટાડેલને લઈને પણ ચર્ચામાં છે. આ એક સાય-ફાઈ સિરીઝ છે, જે 28 એપ્રિલે રિલીઝ થવાની છે.