Viral Video: વિવાદો વચ્ચે ભારત પરત આવી પ્રિયંકા ચોપરા, પહેલીવાર માલતી આવી નાનીના ઘરે

Priyanka Chopra Video: બોલિવુડથી લઈને હોલિવુડ સુધી પોતાની એક્ટિંગથી ઓળખાણ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ફરી એકવાર ભારત આવી છે. આ વખતે તે પોતાની પુત્રી માલતીને પણ પહેલીવાર ભારત લઈને આવી છે.

Viral Video: વિવાદો વચ્ચે ભારત પરત આવી પ્રિયંકા ચોપરા, પહેલીવાર માલતી આવી નાનીના ઘરે
Priyanka chopra - nick jonas
| Edited By: | Updated on: Mar 31, 2023 | 5:32 PM

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હવે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે. એક્ટ્રેસ લગ્ન પછી વિદેશમાં જ રહે છે. પ્રિયંકા તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને પણ પૂરો સમય આપે છે. પુત્રી માલતી સાથે એક્ટ્રેસ વધુમાં વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે. પ્રિયંકા પોતાના દેશ આવવાનું ક્યારેય ભૂલતી નથી. આ દરમિયાન ફરી એકવાર દેશી ગર્લ ભારત આવી છે.

પહેલીવાર એક્ટ્રેસ તેની પુત્રી માલતી સાથે આવી ભારત

પરંતુ આ વખતે તેનું ભારત આવવું એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે પહેલીવાર એક્ટ્રેસ તેની પુત્રી માલતીને સાથે લઈને આવી છે. પ્રિયંકા અને નિક જોનસ તેમની પુત્રી માલતી સાથે પાપારાઝી સામે પોઝ આપ્યા હતા. પહેલીવાર પ્રિયંકાએ માલતી સાથે પાપારાઝીની સામે તસવીરો ક્લિક કરી અને માલતી જોડે હેલો પણ કરાવ્યું. પ્રિયંકા ચોપરાના પરિવારનો આ વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આ દરમિયાન પ્રિયંકા પિંક આઉટફિટમાં જોવા મળી હતી. નિક જોનસ પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ દ્વારા માલતીનું ભારતમાં સ્વાગત કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ દ્વારા લખી રહ્યા છે કે તેઓ ભારતીય ફિલ્મોમાં પ્રિયંકા ચોપરાને મિસ કરી રહ્યાં છે અને કહી રહ્યા છે તેણે બોલિવુડમાં કામ કરવું જોઈએ.

આ પણ વાંચો : Parineeti Chopra: 11 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે પરિણીતી ચોપરા, જાણો કેટલી ફિલ્મ રહી હિટ અને ફ્લોપ

તમને જણાવી દઈએ કે કોઈનું નામ લીધા વગર પ્રિયંકા ચોપરાએ પોતાના કરિયર વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે કેવી રીતે બોલિવુડના એક મોટા ગ્રુપે તેને ફિલ્મોથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો. આ સિવાય એક એક્ટરના સંબંધને બચાવવા માટે એક ફિલ્મમેકરે તેને ફિલ્મોની ઓફર બંધ કરી દીધી હતી. પ્રિયંકાના આ ખુલાસા પર કંગનાએ ખુલ્લેઆમ કરણ જોહરનું નામ પણ લીધું હતું.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…