દર્શકો અક્ષય કુમાર (Akshay Kumar), માનુષી છિલ્લર (Manushi Chhillar) અને સોનુ સૂદ સ્ટાટર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ તેલુગુ અને તમિલ ભાષાઓમાં પણ રિલીઝ થશે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ તેના નિર્માણની વાર્તાઓ પણ આગળ વધી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ખૂબ જ મોટા લેવલ પર શૂટ કરવામાં આવી છે અને નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ ઐતિહાસિક ફિલ્મ બનાવવામાં પોતાનું આખું જીવન લગાવી દીધું છે.
તાજેતરમાં ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના પ્રમોશન દરમિયાન, નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેના નિર્માણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે બનેલા કપડાં દેશભરમાં સૌથી મોટા 500 લગ્નોના તમામ લોકોના કપડાં તૈયાર કરી શકાય છે. તેણે કહ્યું, ‘આવી વાર્તા પર ફિલ્મ બનાવવા માટે વિગતો પર ઘણું ધ્યાન આપવું પડે છે. લોકો જાણે છે કે રાજસ્થાનમાં પાઘડીનું ખૂબ મહત્વ છે. અમે આ ફિલ્મ માટે પાંચસોથી વધુ પાઘડીઓ બનાવી છે, કારણ કે રાજાઓની પાઘડી જુદી હોય છે અને પ્રજાની પાઘડીઓ અલગ હોય છે. અમે ઉપલબ્ધ ચિત્રોની ચોક્કસ નકલ તૈયાર કરી છે. રાજસ્થાનના પાઘડી નિષ્ણાતો હંમેશા સેટ પર હાજર રહેતા હતા.
પાઘડી સિવાય કલાકારોના કપડાં વિશે વાત કરતાં દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે, કોસ્ચ્યુમ ડિઝાઇનરે ફિલ્મ માટે એટલાં કપડાં તૈયાર કર્યા છે કે દેશમાં ઓછામાં ઓછા પાંચસો લગ્નોના તમામ લોકોના કપડાં તૈયાર કરી શકાય છે. આ તમામ કોસ્ચ્યુમ રાજપુતી આન બાન શાન પર નજર રાખનારા ઘણા લોકોએ મુંબઈમાં તૈયાર કર્યા છે. આ તમામ કોસ્ચ્યુમ હાથથી બનાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણ બન્યા છે. માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
અક્ષય કુમારે આગળ કહ્યું છે કે, જ્યારે ડૉ. સાહેબે મને આ ફિલ્મનું વર્ણન કર્યું હતું, ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. આ ફિલ્મ લખતી વખતે તેમણે કરેલા અદ્ભુત સંશોધનથી હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેની વાર્તા તૈયાર કરવી અને પછી તેનું દિગ્દર્શન કરવું એ આવી મહાન હિસ્ટોરિકલ ફિલ્મ માટે સરળ કામ નથી. હું તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે, આપણે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેમની બહાદુરીને સૌથી અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ.