IPL 2024ની બીજી મેચમાં પંજાબની જીત કરતા વધારે પ્રીતિ ઝિન્ટાની આ તસ્વીરની થઈ રહી છે ચર્ચા, જાણો કેમ

|

Mar 24, 2024 | 1:39 PM

પ્રીતિ ઝિન્ટાની આ તસ્વીર ફેસબુકથી લઈ ટ્વિટર અને ઈન્ટાગ્રામ તમામ પ્લેટફોર્મ પર એક મિનિટમાં વાયરલ થઈ અને ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પ્રીતિ ઝિન્ટાની આ તસ્વીરોને જોઈ કોઈને વીર ઝારાની જારા હયાત ખાન યાદ આવી ગઈ તો કોઈને 'દિલ સે'ની પ્રીતિ નાયર.

IPL 2024ની બીજી મેચમાં પંજાબની જીત કરતા વધારે પ્રીતિ ઝિન્ટાની આ તસ્વીરની થઈ રહી છે ચર્ચા, જાણો કેમ
Preity Zinta
Image Credit source: Tata IPL 2024

Follow us on

રંગબેરંગી ડ્રેસ, ચહેરા પર કરચલીઓ, કપાળ પર કાળી બિંદી અને પવનથી ઉડતા કાળા વાળ. એક દિવસ પહેલા જ્યારે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા હતા, ત્યારે પ્રીતિ ઝિન્ટાની સાદગી પર હજારો ફેન્સ તેમનું દિલ આપી બેઠા. આઈપીએલમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી પ્રીતિ ઝિન્ટાના અદા જેને પણ જોઈ તે એક ક્ષણ માટે જાણે બધુ જ ભૂલી જાય. ટીવી પર જ્યારે પ્રીતિના વાળ ઉડતા જોવા મળ્યા તો સોશિયલ મીડિયા પર ફેન્સે તેમની તસ્વીરો શેયર કરવાની શરૂ કરી દીધી.

પ્રીતિ ઝિન્ટાની આ તસ્વીર ફેસબુકથી લઈ ટ્વિટર અને ઈન્ટાગ્રામ તમામ પ્લેટફોર્મ પર એક મિનિટમાં વાયરલ થઈ અને ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પ્રીતિ ઝિન્ટાની આ તસ્વીરોને જોઈ કોઈને વીર ઝારાની જારા હયાત ખાન યાદ આવી ગઈ તો કોઈને ‘દિલ સે’ની પ્રીતિ નાયર. દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ક્રિકેટ ભૂલીને લોકો પ્રીતિ વિશે ચર્ચા કરવા લાગ્યા છે. કોઈ 25 વર્ષ જુની ફિલ્મ સંઘર્ષમાં પ્રીતિએ ભજવેલા પાત્ર વિશે વિચારવા લાગ્યુ તો મેચમાં પંજાબને જીત મળી, તેનાથી વધારે ચર્ચા તો પ્રીતિની એક તસ્વીરની થવા લાગી.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

ક્યારે સામે આવી આ તસ્વીર

ગઈ કાલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રીતિની ટીમ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ હતી. બંને ટીમની આ સિઝનમાં પ્રથમ મેચ હતી. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 174 રન બનાવ્યા. જવાબમાં પંજાબને 20 ઓવરમાં 175 રન બનાવવાના હતા. એક તરફ પંજાબ મેચની સરળતાથી જીતી રહી હતી પણ ખલીલ અહમદની 19મી ઓવરમાં માત્ર 4 રન આવ્યા અને 2 વિકેટ પણ પડી ગઈ.

સ્થિતિ ગંભીર હતી, પંજાબના તમામ ફેન્સની સાથે પ્રીતિના ચહેરા પર કરચલીઓની રેખાઓ દેખાવા લાગી હતી. જોકે, લિયામ લિવિંગસ્ટોને છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને મેચને જીત અપાવી હતી.

મેચમાં પંજાબે જીત મેળવી અને ટીમ અને માલિક પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝુમી ઉઠ્યા પણ પંજાબની જીત બાદ સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિન્ટાની ચર્ચા થવા લાગી. બધા જ લોકો પ્રીતિના વખાણ કરતા થાકતા નહતા. ટ્વીટર પર તો પ્રીતિના વીડિયો અને તસ્વીરોનું જાણે પૂર આવી ગયુ હતું.

Next Article