Chandrayaan 3ની મજાક ઉડાવવા બદલ પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

ચંદ્રયાન-3 (Chandrayaan 3)ની મજાક ઉડાવવા બદલ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર લગભગ 18:04 કલાકે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે.

Chandrayaan 3ની મજાક ઉડાવવા બદલ પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
| Edited By: | Updated on: Aug 22, 2023 | 4:02 PM

સાઉથના ફેમસ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રકાશ રાજે ચંદ્રયાન 3 અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને લઈને હોબાળો થયો હતો અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજે ચંદ્રયાન-3 (Chandrayaan 3) મિશનની મજાક ઉડાવી હતી. આ મામલામાં હવે તેની સામે બાગલકોટના બનાહટ્ટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવતા Dhanashree Vermaનો ‘ગુસ્સો’ ફાટી નીકળ્યો, પૂછ્યો આ સવાલ

તમને જણાવી દઈએ કે, રવિવારે પ્રકાશ રાજે ટ્વિટર પર શર્ટ અને લુંગી પહેરેલા એક વ્યક્તિના કાર્ટૂનનો ફોટો શેર કર્યો હતો, જેમાં તે ચા રેડી રહ્યો હતો. આ ફોટો પોસ્ટ કરતાં પ્રકાશ રાજે લખ્યું, ‘હમણાં જ ચંદ્રયાનનો પહેલો વ્યૂ મળ્યો.’ પ્રકાશ રાજે લખ્યું, જેઓ માત્ર નેગેટિવ વસ્તુઓ જ જુએ છે તેને તે જ વસ્તુ દેખાય છે. હું આર્મસ્ટ્રોંગના સમયમાં અમારા કેરળના ચાવાળાને ઉજવણી કરતા બતાવી રહ્યો હતો, ટ્રોલ્સે કયા ચાવાળાને જોયા?

 

 

 

પ્રકાશ રાજે ચંદ્રયાન 3ની મજાક ઉડાવી

આ ફોટો સામે આવ્યા બાદ પ્રકાશ રાજની સોશિયલ મીડિયા પર ટીકા થવા લાગી હતી. લોકોએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશન દેશના ગૌરવ સાથે જોડાયેલું છે, જેની પ્રકાશ રાજ મજાક ઉડાવી રહ્યા છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 આવતીકાલે એટલે કે 23 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર લગભગ 18:04 કલાકે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે.

 

 

 

અભિનેતા પ્રકાશ રાજના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ‘સિંઘમ’થી લઈને ‘વોન્ટેડ’ અને ‘દબંગ’ સુધીની હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. પ્રકાશ રાજ સાઉથના જાણીતા અભિનેતા છે. બોલિવૂડ ફિલ્મોમાં તેને વિલનની ભૂમિકામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેના જોરદાર અભિનયના લાખો ચાહકો છે.

ISROની યૂટ્યૂબ ચેનલ પર જુઓ લાઈવ

તમને જણાવી દઈએ કે, ISROનું કહેવું છે કે ચંદ્રયાન-3 મિશન 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. જો તમે ભારતની આ ઐતિહાસિક જીતને લાઈવ જોવા માંગો છો, તો તમે OTT પ્લેટફોર્મ Hotstar પર લાઈવ જોઈ શકો છો. તમને ચંદ્રયાન 3 નો ઈતિહાસ અને લાઈવ અપડેટ્સ જોવા મળશે.જો તમે ચંદ્રયાન 3નું લેન્ડિંગ લાઈવ જોવા માંગતા હોવ અને એક પણ ક્ષણ ચૂકવા માંગતા નથી, તો તમે તેને ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો