કેટરિનાની ‘ફોન ભૂત’માં જોવા મળશે હોરર સાથે કોમેડીનો તડકો, ચાહકોને ગમ્યું ટ્રેલર

ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ડરામણા ભૂતિયા દ્રશ્યો પણ બતાવવામાં આવશે. ફિલ્મની સ્ટોરી તમને ડરાવવાની સાથે-સાથે તમારું મનોરંજન પણ કરશે. ટ્રેલર લોકોનું ઘણું મનોરંજન કરી રહ્યું છે.

કેટરિનાની ફોન ભૂતમાં જોવા મળશે હોરર સાથે કોમેડીનો તડકો, ચાહકોને ગમ્યું ટ્રેલર
કેટરિનાની 'ફોન ભૂત'ને મળશે હોરર સાથે કોમેડીનો તડકો, ચાહકોને ગમ્યું ટ્રેલર
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 10, 2022 | 4:24 PM

Phone Booth : કેટરીના કૈફ (Katrina Kaif) સિદ્ધાંત કપુરની મચ અવેટેડ ફિલ્મ ફોન ભૂતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ એક હોરર કોમેડી છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રથમ વખત કેટરિના અનોખા અવતારમાં જોવા મળી રહી છે. હાલમાં લોન્ચ થયેલા ટ્રેલરને જોઈ લોકોનો ફિલ્મ જોવાનો ઉત્સાહ વધ્યો છે. ગ્લેમરસ ચુડેલ બનેલી કેટરિના પોતાના ચાહકો માટે કોમેડીથી ભરપુર ડોઝ લઈને આવનારી છે. ચાલો જોઈએ ફિલ્મ (Phone Booth)નું મજેદાર ટ્રેલર,ફિલ્મ ફોન ભૂતના સામે આવેલા ટ્રેલરમાં ઈશાન ખટ્ટર પણ જોવા મળી રહ્યો છે.

 ફિલ્મને રિતેશ સિદ્ધવાન અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કર્યું

 

ગુરમીત સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ડરામણા ભૂતના સીન પણ દેખાડવામાં આવી રહ્યા છે. આ સિવાય ભૂતોને પકડવાની રમત પણ દેખાડવામાં આવી રહી છે. પરંતુ ફિલ્મની સ્ટોરી તમને ડરાવવાની સાથે-સાથે તમારું મનોરંજન પણ કરશે. આ ફિલ્મને રિતેશ સિદ્ધવાન અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કર્યું છે. ફિલ્મ ખુબ શાનદાર છે. ટ્રેલરને જોયા બાદ લોકોનું કહેવું છે કે, લાંબા સમય પછી બોલિવુડમાં કોઈ મનોરંજનની ફિલ્મ આવી રહી છે.

શાનદાર કોમેડીની સાથે હોરરની ઝલક જોવા મળશે

લોકોનું કહેવું છે કે, ફોન ભૂત કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ને ટક્કર આપી શકે છે. સ્ક્રીન પર એક ચુડેલ જોવા મળે છે જે પોતાની આંખાના ઈશારાથી થોડી ક્ષણ માટે ડરામણું લાગે છે પરંતુ ત્યારબાદ ચુડેલનું એક્સીડન્ટ થઈ જાય છે. ગાડીમાં સવાર લોકોનું કહેવું છે કે, મહિલાના પગ ઉંધા થઈ ગયા છે. ત્યારબાદ ચુડેલના પગ સીધા કરવામાં આવે છે. આ સીન જોઈ તમે હસીને લોથપોથ થઈ જશો. કહેવાય છે કે, ટ્રેલરનું ફન બસ અહિથી જ શરુ થાય છે. 2 મિનિટ 49 સેકન્ડના આ ટ્રેલર રિલીઝ થતા જ અત્યારસુધીમાં લાખો વ્યુઝ આવી ચૂક્યા છે. લોકો આ ટ્રેલરને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.