Bigg Boss 17: સલમાન ખાનના બિગ બોસમાં ‘સસ્તા કબીર સિંહ’… લોકોએ અભિષેકના ગુસ્સાની મજાક ઉડાવી

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસની દરેક સીઝનમાં નવા-નવા સ્પર્ધકો આવતા જ રહે છે. ઘણા એવા સ્પર્ધકો હોય છે જેઓ જૂના સ્પર્ધકોની નકલ કરે છે અથવા પોતાને ફિલ્મી કેરેક્ટરની જેમ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બિગ બોસ જોઈ રહેલા શોના દર્શકો હવે સ્પર્ધકોના આ ડ્રામાને સરળતાથી સમજવા લાગ્યા છે.

Bigg Boss 17: સલમાન ખાનના બિગ બોસમાં સસ્તા કબીર સિંહ... લોકોએ અભિષેકના ગુસ્સાની મજાક ઉડાવી
Bigg Boss 17 contestant Abhishek Kumar
| Edited By: | Updated on: Oct 25, 2023 | 3:56 PM

‘અભિષેક કુમાર’ એ 17 સ્પર્ધકોમાંથી એક છે કે જેણે કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 17માં ભાગ લીધો હતો. ફેમસ અને લોકપ્રિય ટીવી સીરિયલ ઉડારિયાંથી લાઈમલાઈટમાં આવેલા અભિષેક કુમાર અને ઈશા માલવીયા બિગ બોસની આ નવી સીઝન 17નો ભાગ છે. સલમાન ખાનની સામે સ્ટેજ પર બંનેએ કહ્યું હતું કે, તેઓ શરૂઆતના દિવસોમાં ડેટ કરતા હતા, પરંતુ હવે તેઓ એકબીજાથી અલગ થઈ ગયા છે. આ દરમિયાન બંનેએ એમ પણ કહ્યું કે, તેઓએ નક્કી કર્યું છે કે તેઓ એકબીજા સાથે બિલકુલ વાત નહીં કરે. પરંતુ બિગ બોસના ઘરમાં બંને મોટાભાગે કપલની જેમ જ વર્તન કરે છે.

ઈશા પર રાતોપીળો થયો અભિષેક

શોના નવા એપિસોડમાં અભિષેક કુમાર પાછો એક વખત ઈશા પર રાતોપીળો થતો જોવા મળ્યો હતો. ખરેખર બિગ બોસના નવા નિર્ણય હેઠળ હવે અભિષેક કુમાર ‘દિલ’ રૂમમાં આવી ગયો છે અને તે ઈશા માલવિયા સાથે બેડ પણ શેર કરી રહ્યો છે. આ સમય દરમિયાન જ્યારે ઈશા અભિષેકની વિનંતીઓ છતાં તેની અવગણના કરતી જોવા મળી હતી. ત્યારે અભિષેક તેનો ડ્રેસ પકડીને તેની વિનંતીને માનવા કહી રહ્યો છે. કારણ કે તેને ઈશા સાથે કંઈક વાત કરવાની બાકી હતી. પરંતુ ઈશાએ અભિષેકની વાત બિલકુલ ન સાંભળી અને તે આ જોઈને ગુસ્સાથી લાલઘુમ થઈ ગયો હતો.

મુનવ્વર વચ્ચે પડ્યો

ગુસ્સામાં લાલપીળા થયેલા અભિષેકે બધાની સામે ઈશા પર બૂમાબૂમ કરી મુકી અને કહ્યું, “મને અહીં કોઈથી ફરક નથી પડતો. મને તારાથી ફરક પડે છે. જો તમે મારી સાથે અલગ વર્તન કરીશ તો મારૂ મગજ ખરાબ થશે.” ઈશા પર બૂમો પાડ્યા પછી ઉડારિયાન નો આ એક્ટર એક ખૂણામાં ગયો અને રડવા લાગ્યો. તેની હાલત જોઈને મુનવ્વરે કહ્યું કે, અભિષેક અત્યારે અલગ ઝોનમાં છે, તેનું મગજ યોગ્ય જગ્યાએ નથી.

અહીં ફેન્સના ટ્રોલ જુઓ

સસ્તો ‘કબીર સિંહ’?

ભલે અભિષેકનું આ વલણ જોઈને બિગ બોસના ઘરના કેટલાક સભ્યોને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ હોય, પરંતુ ફેન્સ અભિષેક કુમારને તેના આ વર્તન માટે ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક ચાહકો તેને સસ્તો કબીર સિંહ કહી રહ્યા છે તો કેટલાક તેને પ્રતીક સહજપાલની નકલ કહી રહ્યા છે. ઘણી વખત અભિષેકે શોમાં સિદ્ધાર્થ શુક્લા, ગૌતમ ગુલાટી જેવા ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધકોને પણ યાદ કર્યા છે. જેના કારણે બિગ બોસે તેને ઠપકો પણ આપ્યો હતો. ભલે અભિષેક કુમાર બિગ બોસના ઘરમાં ‘એન્ગ્રી યંગ મેન’ની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય, પરંતુ આ શો જોનારા દર્શકો તેને માત્ર ‘કોપી કેટ’ માની રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો