Pathaan Ticket Price At Rupees 110: બોલીવુડ એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મળી છે. વચ્ચે આ ફિલ્મની કમાણી થોડી ધીમી પડી છે, પરંતુ ફિલ્મ હજુ પણ કરોડોમાં કલેક્શન કરી રહી છે. આ ફિલ્મે દુનિયાભરમાં 900 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે મેકર્સે 17 ફેબ્રુઆરી માટે આ ફિલ્મની ટિકિટની પ્રાઈઝ 110 રૂપિયા કરી દીધી છે. કિંગ ખાને તેના પર ફની સ્ટાઈલમાં પ્રતિક્રિયા આપી છે.
YRF ORGANISES ‘PATHAAN DAY’… With #Pathaan hitting ₹ 500 cr mark [*combined biz*: #Hindi + #Tamil + #Telugu] – #YRF decides to organise #PathaanDay on 17 Feb 2023… Tickets at #PVR, #INOX, #Cinepolis at ₹ 110 [all shows]… OFFICIAL POSTER…#SRK #DeepikaPadukone #JohnAbraham pic.twitter.com/tlIcgqwpge
— taran adarsh (@taran_adarsh) February 16, 2023
YRF એ 16 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરીને જાણકારી આપી છે કે પઠાણનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. તેની ખુશીમાં શુક્રવારે પઠાણની ટિકિટ માત્ર 110 રૂપિયામાં બુક કરીને તેનું સેલિબ્રેશન કરો.
આ જાણકારી યશરાજ ફિલ્મ્સના ડિસ્ટ્રિબ્યુશનના વાઈસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાએ પણ ટ્વીટ કરીને આપી હતી. તેમની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શાહરૂખ ખાને લખ્યું, “ઓહ ઓહ અબ તો ફિર દેખની પડેગી. ક્યા અચ્છી ચીઝ હૈ. શુક્રિયા YRF, ક્યા આપ ફ્રી પોપકોર્ન એરેન્જ કર સકતે હૈં! નહીં?”
Oh oh ab toh phir dekhni padhegi. What a good thing to do. Thank u @yrf Can u arrange some free popcorn also! No?? https://t.co/IcRdfIW9gQ
— Shah Rukh Khan (@iamsrk) February 16, 2023
YRFના આ નિર્ણયથી 17 ફેબ્રુઆરીએ પઠાણને ઘણો ફાયદો થશે. જે લોકોએ અત્યાર સુધી આ ફિલ્મ જોઈ નથી, તેમના માટે ઓછા પૈસામાં પઠાણને જોવાની આ સારી તક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ કાર્તિક આર્યનની શહેજાદા થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે, જ્યારે YRF દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કાર્તિકની ફિલ્મના ઓપનિંગ કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
પઠાણની કમાણી અટકવાનું નામ લઈ રહી નથી. રિલીઝના રિલીઝના 22 દિવસમાં જ ફિલ્મે ભારતમાં 502.45 કરોડની કમાણી કરી લીધી છે. ઓવરસીઝ ક્લેક્શન મળીને આ આંકડો 970 કરોડ થઈ ગયો છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર કમાણી ચાલુ છે.
આ પણ વાંચો : ‘કંતારા’ ફેમ ઋષભ શેટ્ટીને મળ્યો ‘મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર’નો એવોર્ડ, આ દિવસે મળશે સમ્માન
આ ફિલ્મની શાહરૂખના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ તેની કમબેક ફિલ્મ છે. તે છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. ત્યારથી તે સ્ક્રીનથી દૂર જતો રહ્યો હતો. પઠાણથી કમબેક કર્યા પછી તેની વધુ બે ફિલ્મો જવાન અને ડાંકી આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.