Video : પઠાણ ફિલ્મની ખુલી પોલ, જુઓ આ વીડિયોમાં ફિલ્મના ખોટા દાવાઓનો થયો પર્દાફાશ

|

Jan 28, 2023 | 7:23 PM

Pathaan : 20 જાન્યુઆરીથી શાહરૂખ ખાનની (Shah Rukh Khan) 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ તેની પાછળનું સત્ય શું છે તે જાણો.

Video : પઠાણ ફિલ્મની ખુલી પોલ, જુઓ આ વીડિયોમાં ફિલ્મના ખોટા દાવાઓનો થયો પર્દાફાશ
pathaan

Follow us on

બોલિવૂડના બે મેગાસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પઠાન રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલિઝ થતાની સાથે જ ફિલ્મ જોવા માટે લોકોના એડવાન્સ બુકિંગ તેમજ સીટો ફુલ થઈ ગઈ હોવાની વાતો વચ્ચે સત્ય તો કઈ અલગ જ દેખાય રહ્યું છે. આ વીડિયોમાં લાલ સિંહ ચઢ્ઢા, બ્રહ્માસ્ત્ર, રક્ષાબંધન અને પઠાણ ફિલ્મના પ્રમોશન માટે કરવામાં પ્રોપેગેન્ડા વિશે જણાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે શાહરુખ ખાનના એક ફેન પેજે એક અલગ જ અંદાજમાં ફિલ્મને લઈને ક્રેઝ બતાવ્યો છે, ફિલ્મના પહેલા દિવસના શો માટે આખું થિયેટર બૂક કરી દીધું છે.

પઠાણ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થશે ?

એક યુટ્યૂબરે દાવો કર્યો છે કે ફિલ્મના એડવાન્સ બૂકિંગને જોરદાર રેકોર્ડ કરીને બતાવવામાં આવે છે પરંતુ તે ફિલ્મ વાસ્તવમાં ફ્લોપ સાબિત થઇ છે. યુટ્યૂબરના કહેવા પ્રમાણે લાલ સિંહ ચઢ્ઢા, બ્રહ્માસ્ત્ર, રક્ષાબંધન ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વીડિયો મુજબ પઠાણ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થશે. વીડિયો મુજબ મેકર્સ પોતાના પ્રોપેગેન્ડા દ્વારા હાઈપ ક્રિએટ કરે છે અને ફિલ્મનું પ્રમોશન કરે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો : Pathaan: વિવાદો વચ્ચે આજે ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ, જાણો કેવો રહ્યો દર્શકોનો પ્રતિસાદ

પઠાણે બનાવ્યા અધધ રેકોર્ડ, જાણો તેની પાછળનું સત્ય

આ વીડિયોમાં જણાવ્યા પ્રમાણે બધાં રેકોર્ડ ફિલ્મને લઈને હાઈપ ક્રિએટ કરવા માટે બતાવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવમાં તેવું છે નહીં. એક યુટ્યૂબર મુજબ પઠાણ ફિલ્મે બોલીવુડનું એવું નુકસાન કર્યું છે કે જે અત્યાર સુધી કોઈએ કર્યું ન હતું. આ નુકસાનની ભરપાઈ કોઈ કરી શકશે નહીં. આ વીડિયો મુજબ પઠાણ ફિલ્મમાં  ભારતીય એક્સ રો એજન્ટને  પાકિસ્તાની આઈએસઆઈને  સામે ફાઈટ કરતો બતાવવામાં આવ્યો છે. આ એક્સ રો એજન્ટને કિડનેપ કરવાામાં આવે છે. પરંતુ ભારતીય એજન્સી દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. આ એક્સ રો એજન્ટ વીરતા પુરસ્કારથી સમ્માનિત છે. આ સિવાય વીડિયોમાં યુટ્યૂબર દ્વારા અન્ય ઘણાં ખુલાસા કરવામાં આવ્યા છે.

Published On - 10:07 pm, Fri, 27 January 23

Next Article